• Gujarati News
  • શહેરનાંજોષીપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

શહેરનાંજોષીપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાંજોષીપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેનાં આધારે પોલીસે રેઇડ પાડી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
જોષીપરામાં આવેલા નંદનવન રોડ પર આવેલી શાકમાર્કેટ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી બી-ડિવીઝન પીએસઆઇ વાઘેલાને મળી હતી. જેના આધારે બી-ડિવીઝન પીએસઆઇ અને સ્ટાફે રેઇડ પાડી જોષીપરામાં રહેતા ભાવેશ સોલંકી, અશ્વિન પરસોતમ પટેલ, હર્ષદ અરજણભાઇ ઝાલા, જયસુખ ગોબરભાઇ પટેલ, જગદીશ છગન ઠેસીયાને જુગારનાં સાહિત્ય, રોકડ રકમ મળી કુલ રૂ. 7 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અંગે બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા