કાન્તિ ભટ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બઈના વિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ આજકાલ જૂનાગઢમાં છે ત્યાં મોરારીબાપુએ એક ખંડ આપ્યો છે. તેમાં જૂનાગઢના હેમંતભાઈ નાણાવટી ખગોળશાસ્ત્રમાં સૌરાષ્ટ્રના લોકોને નિષ્ણત કરશે. પણ મેં ડો. રાવળને ફોન કરીને પૂછ્યું કે આજકાલ અલકાયદાના ઝનુની નેતા જે િહન્દુસ્તાનમાં ઈસ્લામ ફેલાવવા માગે છે અને તેના ફરમાન પ્રમાણે તો છેલ્લા ચાર વરસમાં મોટા ભાગના હિન્દુસ્તાનના 15થી 16 કરોડ મુસ્લિમ ઝનુન પૂર્વક છાલકા ટોપી પહેરવા માંડ્યા છે. સૌરાષ્ટ્રમાં અમે તે ટોપીને છાલકા ટોપી કહીએ છીએ. આજે 4-9-2014ના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’નાં પત્રકાર એલન બેરીએ જાહેર કર્યું છે કે, અયનામ-અલજવાહીરી એક વીડીયો દ્વારા બર્મા, બાંગલાદેશ, ભારતમાં આસામ, ગુજરાત અને અમદાવાદ તેમજ કાશ્મીરનાં મુસલમાનોને ઝનુનપૂર્વક ઈસ્લામ ફેલાવવા અપીલ કરે છે. ઈરાક અને સિરીયામાં હવે ઈસ્લામીક સ્ટેટ પેદા કરવાની (ઈસ્લામીક સ્ટેટ ઈન ઈરાક એન્ડ સીરીયા-ઈસીસ) જબ્બર હીલચાલ ચાલે છે.
ભારતના ખગોળશાસ્ત્રી ડો. રાવળને મેં સીધો સવાલ પૂછયો કે શું રીતે અલાજવાહીરી અને બીજા મુસ્લિમો જગતમાં ઈસ્લામ ફેલાવે છે. તો તેને રોકવા શું ધર્મયુદ્ધ થશે? તો ડો. રાવળે કહ્યું કે આપણા ભાજપનાં નેતા તેમની જીતમાં મશગુલ છે. નરેન્દ્ર મોદી તમામ જાતની નેપાળની કે બીજી ટોપીઓ તેમ અંગ્રેજોની હેટ પણ પહેરે છે. પણ તેણે છાલકા ટોપી પહેરવાની ના પાડીને પોતાના હિન્દુવાદનું ઝનુન બતાવ્યુ હતું. ડો. રાવળ કહે છે કે પાંચ, પંદર, દસ કે 20 વર્ષમાં જેમ મહાભારતનું જૂનું ધર્મ યુદ્ધ થયેલું તે બેભાંડુ વચ્ચે હતું, પણ વખતના ભાંડુ જુદા છે. સોળે સોળ કરોડ મુસ્લિમોમાંથી થોડાક સારા અપવાદ સિવાય બધા ઝનુની મુસ્લિમ અગર પાકિસ્તાન કે ઈસ્લામના કટ્ટર માનનારા છે. એટલે ડો. રાવળ કહે છે કે ભલે હવે જલદી મહાભારત જેવું યુદ્ધ થાય પણ દરેક નાગરીકે તૈયાર રહેવું પડશે. અલ જવાહીરીએ દરેક મુસ્લિમનાં ઘરમાં રાયફલ હોવી જોઈએ તેવું ફરમાન ર્ક્યું છે!
આપણે ભારતમાં છેક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડીને સ્વામિ વિવેકાનંદ સુધી ધર્મપ્રિય અને શાંતિપ્રિયતાને મંત્ર માન્યો છે. ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’ નામના પુસ્તકમાં ત્યારના િફલસૂફ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને વાત લખી હતી. હિન્દુઈઝમની ફિલસૂફીએ ચીન, જાપાન, તિબેટ, સિયામ (થાઈલેન્ડ), બર્મા (મ્યાનમાર) અને શ્રીલંકા (સિલેન) દેશો માટે ભારત એક આધ્યાત્મિક પિયર હતું. રાધાકૃષ્ણનનું દર્શન 1927માં હતું. આજે આખો ધર્મનો