• Gujarati News
  • જૂનાગઢમાંથેલિસિમિયા ગ્રસ્ત બાળકોને એઇડ્સગ્રસ્ત લોહી ચઢાવવાના મામલે સીબીઆઇ તપાસની

જૂનાગઢમાંથેલિસિમિયા ગ્રસ્ત બાળકોને એઇડ્સગ્રસ્ત લોહી ચઢાવવાના મામલે સીબીઆઇ તપાસની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંથેલિસિમિયા ગ્રસ્ત બાળકોને એઇડ્સગ્રસ્ત લોહી ચઢાવવાના મામલે સીબીઆઇ તપાસની માગ કરતી રિટનો હાઇકોર્ટે નિકાલ કરી અસરગ્રસ્ત બાળકોને મફતમાં સારવાર આપવાનું ચાલુ રાખવા આદેશ આપ્યો છે. સાથે હવે સીબીઆઇએ રિપોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો છે ત્યારે ફોજદારી રાહે તેમાં પગલા લેવાશે તેવી કોર્ટે આશા વ્યક્ત કરી હતી. અરજદારો પણ જો કોઇ રજૂઆત કરવા ઇચ્છે તો તેઓ સીબીઆઇના રિપોર્ટ સામે સબંધિત કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે તેમ ઠરાવ્યું હતું.
કેસમાં સરકારે જવાબદારો સામે કોઇ કાર્યવાહી કરતાં રવજીભાઇ સૌંદરવા દ્વારા એડ્વોકેટ ગિરીશ દાસ મારફત હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. જેમાં પ્રકરણમાં સીબીઆઇ તપાસની દાદ માગવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરી આખરે ક્લોઝર રિપોર્ટ સીબીઆઇ કોર્ટ સમક્ષ રજૂ કરી દઇ તે અંગેની જાણ હાઇકોર્ટને કરી હતી.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર ચાલુ રાખવા આદેશ