• Gujarati News
  • 2 હોટલોમાં અનેક ક્ષતીઓ બહાર આવી : નોટીસ અપાશે

2 હોટલોમાં અનેક ક્ષતીઓ બહાર આવી : નોટીસ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસણ(ગીર) અને જૂનાગઢની 8 હોટલોમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રની 8 ટીમો ત્રાટકી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાસણમાં વિવીધ હોટલો આવેલી છે. ત્યાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પણ અાવતા હોય છે. દરમ્યાન તંત્રએ કાર્યવાહી કરી હોટલોમાં જણાયેલી વિવીધ ક્ષતીઓનો એક ધગધગતો રીપોર્ટ તૈયાર કર્યો છે. સાસણની બે હોટલોનો રીપોર્ટ આવી ગયો છે. જેમાં અનેક ક્ષતીઓ વીશેની વીગતો સામેલ છે. હવે કલેક્ટર ક્ષતી જણાયેલી હોટલોને નોટીસ ફટકારશે. જ્યારે 6 હોટલોનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે.
શનીવારે જૂનાગઢ જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડેનાં માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની અલગ અલગ 8 ટીમો સાસણ (ગીર)માં આવેલી 8 જુદી જુદી હોટલોમાં ત્રાટકી હતી. અને હોટલોનાં ટેરીફ, રૂમ, ટુરીસ્ટ રજીસ્ટર, સ્ટાફ, સહીતની બાબતો ચકાસી હતી. જેમાં કલ્બ મહીન્દ્રામાં જમીનનાં ટાઇટલ ક્લીયરનાં આધાર પુરાવા મળ્યા નહોતા. ઉપરાંત હોટલનાં સુત્રોએ તંત્રને જણાવ્યું હતું કે, મોટાભાગનું રેકોર્ડ ચેન્નાઇ છે.
એરાઇવલ અને ડીપાર્ચર રજીસ્ટર પર વ્યવસ્થીત નીભાવેલું નહોતું. અધીક કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે, હોટેલનાં સુત્રોએ એવો જવાબ આપ્યો હતો કે, અમારી ચેઇન છે. અને વર્ષમાં અમુક રકમ સાથે મેમ્બરશીપ આપતા હોઇએ છીએ. જોકે, તપાસ કરવા ગયેલી ટુકડીએ અેકાદ રૂમમાં ભાડું લઇને પ્રવાસીઓને રૂમ આપ્યો હોવાના પુરાવા પણ મળ્યા હતા. બાબતે સરકારને કર મળતો નથી. અને આર્થીક નુકસાની જાય છે.
જ્યારે ગીર જંગલ લોજમાં પણ ગેસ્ટ રજીસ્ટર, હોટલ રૂમ ટેરીફ સહીતનાં રેકોર્ડ વ્યવસ્થીત નીભાવેલા હોવાનું બહાર આવ્યું હતું. વળી જનરેટરની મંજૂરી પણ લેવાઇ નહોતી. બંને હોટલોમાં અમુક રૂમોનાં બાંધકામની મંજૂરી સામે પણ સવાલો ખડા થયા છે. ઉપરાંત આજે બીજી બે હોટલોનો રીપોર્ટ પણ આવી ગયો છે. ડેપ્યુટી કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે, 6 હોટલોનાં રીપોર્ટ આવવાનાં હજુ બાકી છે. જે હોટલોમાં ક્ષતી બહાર આવી છે. તેને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવશે.
ફાઇલ તસ્વીર
હોટલનું લાયસન્સરીન્યુ કરતી વખતે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની અેનઓસી મેળવવી પણ જરુરી હોય છે. ત્યારે બંને હોટલોમાં એનઓસીનો મુદ્દો પણ ઉઠ્યો છે. અને મામલે પણ રીપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
દરમહીને રીતે ચેકીંગ થશે
અધીકકલેક્ટરસંજય મોદીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લામાં પ્રકારની 60 હોટલો છે. ત્યારે તમામ હોટલોમાં ચેકીંગ થશે. અને દર મહીને તેનો રી