• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢનાચોકી ગામે ખેતમજૂરી કરવા આવેલા પરિવારનો બાળક પિતા સાથે શુક્રવારની રાત્રિના ખેતરમાં સૂતો હતો. ત્યારે બાળક પર દીપડાએ હુમલો કરી બચકું ભરી લીધું હતું. બાળકે ચીસાચીસ કરી મૂકતાં પિતા જાગી ગયા હતા અને હાકોટા પાડતાં દીપડો દૂર ભાગી ગયો હતો. બાળકને ગંભીર રીતે ઇજા થતા સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયો હતો.

તળાજા તાલુકાના ઝાંઝમેર ગામના સવજીભાઇ બામણિયા પરિવાર સાથે ચોકી ગામે પ્રવીણભાઇ બાબાભાઇ પટેલના ખેતરમાં મજૂરી માટે આવ્યા છે. પરિવારના 8 બાળકો મળી 23 સભ્યો ઘરમાં સૂતા હતા. અે પૈકી સવજીભાઇ શુક્રવારે તેના પુત્ર નાનજી(ઉ.7)ને સાથે લઇને ખેતરમાં દૂર સૂવા ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે દીપડો ખેતરમાં આવી ચઢ્યો હતો અને નાનજીને મોઢા પર પંજો મારી મોઢામાં લઇને ઉઠાવી રહ્યો હતો, ત્યારે તેણે ચીસાચીસ કરી મૂકતાં સવજીભાઇની નીંદર ઉડી ગઇ હતી. જોકે, અંધારામાં તેમણે દીપડો દેખાયો નહોતો, પરંતુ તેમનો અવાજ સાંભળીને દીપડો નાનજીને છોડીને દૂર ભાગી ગયો હતો. સવજીભાઇને પુત્રની ચાદર લોહીલુહાણ હાલતમાં હોવાનું માલૂમ પડતાં તેમણે તપાસ કરતાં તેના પર લોહી જોવા મળ્યું હતું. ત્યારબાદ ટોર્ચનું અજવાળું ફેંકતાં ખેતરમાં દીપડો બેઠેલો દેખાયો હતો. આથી દીપડાએ પુત્રને બચકું ભર્યાનું જણાતા તેમણે વાડીમાલિક પ્રવીણભાઇને ફોન પર જાણ કરી નાનજીને જૂનાગઢ સિવિલમાં ખસેડાયો હતો. પરિવાર નાનજીને દવાખાને લઇ આવ્યા ત્યારે પણ દીપડો શિકારની રાહમાં કલાકથી વધુ સમય ત્યાં બેઠો રહ્યો હોવાનું સવજીભાઇએ જણાવ્યું હતું.

દીપડાના હુમલામાં ઘવાયેલો બાળક.

બાળકને હોસ્પિટલે લઇ ગયા ત્યારે પણ દીપડો ત્યાં બેઠો હતો

ચોકીમાં પિતા સાથે સૂતેલા બાળકને

ખૂંખાર દીપડાએ બચકું ભરી લીધું

દીપડાનો કેર| ભાવનગરથી પરિવાર મજૂરી કરવા આવ્યો હતો