• Gujarati News
  • સાસણમાં દેશનાં 14 વાઇલ્ડ લાઇફ ચિત્રકારો ફોટોગ્રાફરોનો વર્કશોપ

સાસણમાં દેશનાં 14 વાઇલ્ડ લાઇફ ચિત્રકારો-ફોટોગ્રાફરોનો વર્કશોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસણમાં દેશનાં 14 વાઇલ્ડ લાઇફ ચિત્રકારો-ફોટોગ્રાફરોનો વર્કશોપ



ગિરનાંસિંહોની ખ્યાતિ દુનિયાનાં ખૂણે ખૂણે છવાયેલી છે. ત્યારે સોરઠી સાવજોનાં ચિત્રો અને ફોટોગ્રાફ તૈયાર કરી કૃતિઓ દેશવિદેશમાં પ્રદર્શિત કરવા માટે દિલ્હીની કલાવરનમ્ સંસ્થાએ પ્રયાસો હાથ ધર્યા છે. માટે તા. 17 થી 22 નવે. દરમ્યાન ગિર નેશનલ પાર્ક ખાતે દેશનાં અલગ અલગ વિસ્તારનાં ચિત્રકારો અને ફોટોગ્રાફરો માટે એશિયાટિક લાયન એન્ડ ધેર નેચરલ હેબિટેટ્સ વિષય પર એક વર્કશોપ યોજવામાં આવ્યો છે. અંગે કલાવરનમ્ નાં મધુ શર્મા નંદાણીયાએ જણાવ્યું હતું કે, દેશનાં અલગ અલગ ભાગમાંથી 14 કલાકારોને અામંત્રણ આપવામાં આવ્યું છે. કલાકારો દ્વારા ગિરનાં સિંહો પર પેઇન્ટીંગ અને ફોટોગ્રાફી કરી તેમના દ્વારા તૈયાર કરાયેલી કૃતિઓને દેશ-વિદેશમાં પ્રદર્શિત કરી યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવાનું કાર્ય કલાવરનમ્ દ્વારા કરવામાં આવશે. સેન્ચુરી એશિયા અને સેવઅસ વાઇલ્ડ લાઇફ મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા એક અાર્ટીકલ પરથી એવું ચોક્કસ કહી શકાય કે, ગિરનાં સિંહોનાં પેઇન્ટીંગ અને ફોટોગ્રાફ્સને કલાવરનમ્ પોતાનાં માધ્યમથી અનેક દેશો તેમજ ભારતભરમાં પ્રદર્શન કરી કલાકારોને પ્રોત્સાહિત કરશે. વર્કશોપને ગિરનાં સીસીએફ આર. એલ. મીણા અને ડીસીએફ ડો. સંદિપકુમાર અને વનવિભાગનો સહકાર પણ છે.

ગિરનાં સાવજો પર ચિત્રો અને ફોટોગ્રાફ તૈયાર કરાશે

દિલ્હીની કલાવરનમ સંસ્થાનાં ઉપક્રમે