• Gujarati News
  • દલાલ ભુરો અને વસંતરાવનું પાત્ર ભજવનાર નજર જેલ હવાલે કરાયા

દલાલ ભુરો અને વસંતરાવનું પાત્ર ભજવનાર નજર જેલ હવાલે કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલાલ ભુરો અને વસંતરાવનું પાત્ર ભજવનાર નજર જેલ હવાલે કરાયા



જૂનાગઢનાંઆંબલીયા ગામ પાસે થયેલી 7 કરોડની લૂંટ અને અપહરણનો બનાવ એક તરકટ હોવાનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ બે આરોપીઓને પોલીસ રીમાન્ડ પર લેવામાં આવ્યા હતા. બન્નેની આજે મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં ફરીયાદીએ વસંતરાવ બનેલા શખ્સને ઓળખી બતાવ્યો હતો. ત્યારબાદ બન્ને આરોપીઓનાં આજે પોલીસ રીમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. પ્રકરણમાં સામેલ વધુ બે શખ્સોનાં નામ ખુલ્યા છે. તેઓની શોધખોળ ચાલુ છે.

જૂનાગઢ નજીક વાડોદર અને આંબલીયા ગામ પાસે ગત તા. 8 ઓક્ટો ની રાત્રે પાટણવાવથી ઝાંઝરડા ગામ તરફ સ્કોડા કારમાં આવતા 4 શખ્સો પૈકી 2 શખ્સોનું અપહરણ કરી 7 કરોડની લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. અા પ્રકરણમાં પોલીસે દલાલ ભૂરા કાળા હીંગરોજા અને મુંબઇનાં વસંતરાવનું પાત્ર ભજવનાર મોરબીનાં નજર મોહંમદને ઝડપી લઇ રીમાન્ડ પર લીધા હતા. ત્યારબાદ પોલીસે મોરબી તરફ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી નજરની સધન પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેને બેગમાં ચલણી નોટનાં કાગળનાં બંડલો ગોઠવવામાં તેનાં ભાઇનાં સાળા હબીબે મદદગારી કરી હોવાનું ખુલ્યું છે. જ્યારે આંબલીયા ગામ પાસે રોડ પર ધોકો લઇ આડા ફરી કાર રોકાવી અપહરણ કરવાનું નાટક રચવા રાજકોટનાં સમીર નામનાં શખ્સને રૂપિયાની લાલચ આપી હતી. સમીરે રીતે કાવતરૂં પાર પાડવામાં મદદગારી કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આજે બન્ને આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ રાખવામાં આવી હતી. જેમાં ફરીયાદી સંજય ઉર્ફે બુધિયો પુના ધોરાજીયાએ વસંતરાવ બનેલા નજરને ઓળખી બતાવ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓનાં રીમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરી દીધા હતા. જ્યારે સમગ્ર પ્રકરણનાં મુખ્ય સુત્રધાર ગણાતા જમાલ મોહમદને ઝડપી લેવા માટે તાલુકા પીએસઆઇ બી. એમ. બગડાએ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રકરણમાં સમીરનાં અન્ય સાગ્રીતોનાં નામો ખુલવાનાં પણ હજુ બાકી છે.

સ્ટંટ કરવા 50 હજાર આપ્યા

મુંબઇનાં એસ્ટેટબ્રોકર વસંતરાવનું પાત્ર ભજવનાર નજર મોહંમદે પોલીસને જણાવ્યું હતું કે, રાજકોટનાં બજરંગ વાડીમાં રહેતા સમીર નામનાં શખ્સને પોતે રૂ. 50 હજાર આપી લૂંટ સમયે કારમાં ધોકો પછાડવાનો સ્ટંટ કરવા માટે કહ્યું હતું. સ્ટંટ કરવા માટે સમીર અન્ય 3 શખ્સોને પણ પોતાની સાથે લાવ્યો હતો. અને લૂંટ-અપહરણનું નાટક ભજવ્યું હતું.

લૂંટ તરકટમાં વ