• Gujarati News
  • પતિએ આવેશમાં આવી માથામાં કોશ ઝીંકી દીધી હતી

પતિએ આવેશમાં આવી માથામાં કોશ ઝીંકી દીધી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિએ આવેશમાં આવી માથામાં કોશ ઝીંકી દીધી હતી



ભેંસાણનાંપરબ રોડ પર કુંકાવાવ તાલુકાનાં બામણીયા ગામે બે વર્ષ પહેલાં ચારિત્રની શંકા કરી પત્નીને માથામાં કોશ ઝીંકી દઇ હત્યા કરી નાંખનાર પતિને જૂનાગઢની સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પતિએ આવેશમાં અાવીને કૃત્ય કર્યું હોવાનું કોર્ટમાં પુરવાર થતાં પતિને 302 ને બદલે 304(એ)(2) મુજબ સજા ફટકારાઇ છે.

કેસની પ્રાપ્ત વિગતો મુજબ, ભેંસાણનાં પરબ રોડ પર અમરેલી જિલ્લાનાં કુંકાવાવ તાલુકાનાં બામણીયા ગામની હદમાં રહેતા કાનજી ભગા રાઠોડ નામનાં દલિત યુવાને જુલાઇ 2012માં પોતાની પત્ની કમળાની માથામાં કોશનો ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. ઘટના ભેંસાણ પોલીસ મથકની હદમાં બની હતી. આથી ભેંસાણ પોલીસે કાનજીની ધરપકડ કરી તેની સામે પત્નીની હત્યા બદલ આઇપીસી 302 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને વખતે જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. બાદમાં અંગેનો કેસ જૂનાગઢની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. બનાવમાં કમળાનાં ચારિત્ર પર શંકા કરીને કાનજીએ આવેશમાં અાવીને તેની હત્યા કરી નાંખી હોવાનું પુરવાર થયું હતું. અંગેનો કેસ છઠ્ઠા એડીશ્નલ સેશન્સ જજ એ. એન. જોષીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે સરકારી વકીલ નિરવ પુરોહિતની દલીલોને ધ્યાને લઇ આરોપી કાનજીને આઇપીસી 304(એ)(2) મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

ચારિત્રની શંકા કરી પત્નીની હત્યા કરનારને પાંચ વર્ષની કેદ

બે વર્ષ પહેલાં ભેંસાણનાં પરબ રોડ પર બનેલી ઘટના