• Gujarati News
  • આજે જીવવિજ્ઞાન અને ગણિતનું છેલ્લું પેપર

આજે જીવવિજ્ઞાન અને ગણિતનું છેલ્લું પેપર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે જીવવિજ્ઞાન અને ગણિતનું છેલ્લું પેપરગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-1 અને 3 ની પરિક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ દિવાળીની રજાઓ માણી શકે તે માટે રવિવારે પણ પેપર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય આજે રવિવારે પણ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

જૂનાગઢમાં વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-1 અને 3 ની પરિક્ષા ગત શનિવારથી શરૂ થઇ હતી. વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-1 માં શનિવારે લેવાયેલું રસાયણ વિજ્ઞાનનું પેપર પ્રમાણમાં મધ્યમ રહયું હતું.

જયારે સેમેસ્ટર-3 માં ગુજરાતી, સંસ્કૃત, કમ્પ્યુટર પેપર સરળ રહયું હતું. જયારે રવિવારે સેમેસ્ટર-1 માં જીવવિજ્ઞાન અને સેમેસ્ટર-3 માં ગણિતનું પેપર યોજાશે. રવિવારે છેલ્લુ પેપર હોય પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓ માથેથી પરિક્ષાનું ટેન્શન દુર થઇ જશે અને મોજમજાથી દિવાળીની રજાઓ માણી શકશે. વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા દરમિયાન એક પણ પેપરમાં વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાતા કોપી કેસ નોંધાયો નથી ત્યારે તંત્રએ પણ રાહત અનુભવી છે.

વિદ્યાર્થીઓ દિવાળી માણી શકશે : રવિવારે પણ પેપર

રસાયણશાસ્ત્રનું પેપર મીડીયમ રહ્યું