• Gujarati News
  • 1 લાખ માંગી પત્નીને ત્રાસ આપતો પતિ

1 લાખ માંગી પત્નીને ત્રાસ આપતો પતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 લાખ માંગી પત્નીને ત્રાસ આપતો પતિ

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢનાંજોષીપરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ સામે રૂા.1 લાખનું કરીયાવર માંગી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં નંદનવન મેઇન રોડ પર આવેલી સાબરીન સોસાયટીમાં રહેતી રૂકસાના કાસમ મકવાણા (ઉ.44)નાં લગ્ન અક્ષા પેલેસમાં રહેતા કાસમ યાકુબભાઇ મકવાણા સાથે થયા હતા. ત્યારબાદ અવારનવાર કરીયાવર અને ઘરકામ માટે મેણાંટોણાં મારી રૂ. 1 લાખની માંગણી કરી ગાળો આપી માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી પરિણીતાએ પતિ સામે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.