• Gujarati News
  • કથાકાર વિનોદભાઇ પંડ્યા ભાવિકોને કથાનું રસપાન કરાવશે

કથાકાર વિનોદભાઇ પંડ્યા ભાવિકોને કથાનું રસપાન કરાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કથાકાર વિનોદભાઇ પંડ્યા ભાવિકોને કથાનું રસપાન કરાવશે

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

સોમનાથતીર્થક્ષેત્રમાં આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ રહ્યો છે. તા. 13 થી 19 સપ્ટેમ્બર દરમ્યાન ગોલોકધામ ગીતામંદિર મેદાનમાં થનારા આયોજનને લઇને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. કથા દરમ્યાન રોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંગેની વિગતો ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરીએ આપી હતી.

સોમનાથ તીર્થમાં યોજાનારા શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કથાકાર વિનોદભાઇ પંડ્યા કરાવશે. રોજ કથાશ્રવણ બાદ ભાવિકો માટે રાત્રે સુગમસંગીત, લોકનૃત્યો, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, ભક્તિ સંગીત, ગઝલ, શિવ સ્તુતિ, ભરત નાટ્યમ, કથક, આધારિત શ્રીકૃષ્ણનાં જીવનપ્રસંગો, શિવ તાંડવ જેવા વિવિધ નૃત્યો ખ્યાતનામ 30 થી 35 કલાકારોની ટીમ દ્વારા રજૂ કરાશે. ગુજરાતનાં 9 જીલ્લાઓનાં વિવિધ પ્રદેશોમાંથી 35 કલાકારો ભવાઇ, બહુરૂપી ડાન્સ, પરંપરાગત દેશી ઢોલ, જોડયા પાવા, રાવણ હથ્થા જેવા વાજીંત્રો દ્વારા લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ પણ ભાગવત સપ્તાહમાં કરાશે.

કથાનો સમય સવારે 9 થી 1 નો રહેશે. માટે નિ:શૂલ્ક બસની વ્યવસ્થા કરાઇ છે. અન્નક્ષેત્રનાં સહયોગથી શ્રોતાઓને વિનામૂલ્યે બપોરનાં ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. સમગ્ર કાર્યક્રમનું ટીવી ચેનલ પર જીવંત પ્રસારણ કરાશે. કથાકાર વિનોદભાઇ સંસ્કૃત ભાષાનાં તજજ્ઞ અને એક ટીવી ચેનલનાં ભક્તિ કાર્યક્રમમાં પોતાનું યોગદાન પણ આપે છે. યોગાનુયોગે સરદાર વલ્લભભાઇ પટેલે જે દિવસે સોમનાથ મંદિરનાં નવનિર્માણની જાહેરાત કરી તારીખ પણ 13 મીજ હતી. કથા દરમ્યાન સ્ટેજ અને મંડપમાં કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાનજી, કાર્તિકેયનાં ફોટાથી સુશોભિત કરાશે. નંદભયો, વામન અવતાર, રૂક્ષ્મણિ વિવાહ, ભગવાન કૃષ્ણની જાન, રાસલીલા, ગોવર્ધન પર્વતનાં દ્રશ્યો ઉભા કરાશે.

કથાને લગતી વિવિધ વિગતો ટ્રસ્ટનાં યશોધર ભટ્ટ, ઇન્ચાર્જ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ઓ.એસ. ડી. કિશોર આહિર, દિલીપ ચાવડા, વગેરેએ આપી હતી. અવસરનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરાઇ છે.

શ્રીમદ્ ભાગવત કથાનો કાર્યક્રમ

તા.13: બપોરે 3 વાગ્યે સોમનાથ મંદિરેથી પોથીયાત્રાનો પ્રારંભ અને મંગલાચરણ કથા પ્રારંભ, તા. 14 : ભક્તિ ચરિત્ર, ગોકર્ણ ચરિત્ર, વરાહ પ્રાગટ્ય, તા. 15 : કપિલ અવતાર, શ્રીશિવ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, તા. 16 : જડભરત ચરિત્ર, પ્રહલાદ ચ