• Gujarati News
  • સિટી સ્કેન બંધ, નિષ્ણાંત તબીબોની ખાલી જગ્યા મુદે રેલી યોજી રજૂઆત કરી

સિટી સ્કેન બંધ, નિષ્ણાંત તબીબોની ખાલી જગ્યા મુદે રેલી યોજી રજૂઆત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીસિવીલ હોસ્પિટલમાં જૂનાગઢ સહિત 3 જિલ્લાનાં દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ હાલ હોસ્પિટલને સારવારની જરૂર ઉભી થઇ છે. હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનો શોભાનાં ગાંઠિયા સમાન બન્યા છે. ત્યારે આજે જૂનાગઢનાં મધુર સોશ્યલ ગૃપ અને સૌરાષ્ટ્ર દલિત સંગઠને રેલી કાઢી સિવીલ સર્જનને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે સિવીલ સર્જન હાજર હોઇ તેની ખાલી પડેલી ખુરશીને આવેદનપત્ર પાઠવી બંધ પડેલું સિટી સ્કેન મશીન શરૂ કરવા અને નિષ્ણાંત તબીબોની જગ્યા ભરવા માંગ કરી હતી.

જૂનાગઢ સિવીલ હોસ્પિટલ જિલ્લાની મોટામાં મોટી હોસ્પિટલ છે. અહીં જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લાનાં દર્દીઓ પણ સારવાર માટે આવે છે. અત્યંત આધુનિક હોસ્પિટલમાંની તે એક છે. પરંતુ નિષ્ણાંત તબીબોનાં અભાવને કારણે અહીં આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. હાલ હોસ્પિટલ દર્દીઓ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગઇ છે. ત્યારે આજે મુધર સોશ્યલ ગૃપ અને સૌરાષ્ટ્ર દલિત સંગઠનએ રેલી યોજી સિવીલ સર્જનને રજૂઆત કરી હતી. મધુર સોશ્યલ ગૃપનાં સલીમભાઇ ગુજરાતીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બીપીઅેલ દર્દીઓને રોગી કલ્યાણ સમિતીનાં માધ્યમથી સીટી સ્કેન કરવા માટે વિના મૂલ્યે સેવા ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા પાંચ માસથી મશીન બંધ હોઇ દર્દીઓને બહાર મોંઘી સારવાર લેવી પડી રહી છે. તેમજ આધુનિક ડીજીટલ એક્ષ રે મશીન પણ બંધ છે. ઉપરાંત લાંબા સમયથી નિષ્ણાંત તબીબોની જગ્યા ખાલી પડી છે.

જેનાં કારણે દર્દીઓએ બહાર ખાનગીમાં મોંઘી સારવાર લેવી પડી રહી છે. તેમજ સિક્યોરિટી અને આઉટ સોર્સીંગનાં સરકારી ભાવો કરતા ઓછા વેતનથી કામ કરતા કર્મચારીઓને ન્યાય આપવામાં આવે તે જરૂરી છે. પ્રજાલક્ષી માંગણીઓ 15 દિવસમાં પુરી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં અાવશે. તેમજ આજે રજૂઆત સમયે સિવીલ સર્જન હાજર હોઇ તેની ખાલી ખુરશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જૂનાગઢ સિવીલહોસ્પિટલમાં અાધુનિક સાધનો આવેલા છે. પરંતુ નિષ્ણાંત તબીબોનાં અભાવનાં કારણે સાધનો કોઇ ચલાવનાર નથી. હાલ તો તે શોભાનાં ગાંઠિયા સમાન બન્યા છે.

આધુનિક સાધનો ચલાવનારની કમી

સિટી સ્કેન માટે લાંબી લાઇન પર તબીબ કયાં ?

આજે સવારથીસિટી સ્કેન માટે દર્દીઓ આવી ગયા હતા. તેમજ એક્ષ રે માટે દર્દીઓ આવ્યા હતા. અને લાઇનમાં બેસી ગયા હતા. પરંતુ સમયસર તબીબો આવતાં દર્દીઓએ લાઇનમાં બેસી રહેવુ પડ્યું હતું.

સંસ્થા સિવીલ સર્જનની ખાલી ખુરશીને આવેદ