• Gujarati News
  • તાલાલાનાંસાંગોદ્રા ગામે ગત તા.9 નાં રોજ સમન્સ બજાવવા ગયેલ

તાલાલાનાંસાંગોદ્રા ગામે ગત તા.9 નાં રોજ સમન્સ બજાવવા ગયેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાંસાંગોદ્રા ગામે ગત તા.9 નાં રોજ સમન્સ બજાવવા ગયેલ પોલીસ કર્મીઓ પર હૂમલો કરી માર માર્યા બાદ પીએસઆઇ સહિતનાં પોલીસ કાફલા પર ટોળાએ કરેલા હુમલાનાં બનાવમાં ફરાર રહેલા આરોપી પૈકી સાત આરોપી આજે તાલાલા પોલીસમાં રજૂ થતા પોલીસે પુરૂષ અને એક મહિલા આરોપીની અટક કરેલ અને તાલાલા કોર્ટમાં રજૂ કરતા કોર્ટેએ જામની ના મંજુર કરતા તમામને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ.

સાંગોદ્રામાં બાદ તાલાલામાં પોલીસ ઉપર થયેલા હુમલાની ઘટનામાં ફરાર થઇ ગયેલા આરોપી પૈકીનાં રજબભાઇ અલારખા ભાલીયા રહે.સાંગોદ્રા રીઝવાન રજબભાઇ ભાલીયા (રહે.સાંગોદ્રા), યુનુસ રજબભાઇ શિરમાન (રહે.બોરવાવ), એજાદ ઉર્ફે ભુરો નાથાભાઇ ચોવટ (રહે.તાલાલા), ઓસમાણ સીદીભાઇ ભાલીયા (રહે.સાંગોદ્રા), હુશેન ઇસુ અબુભાઇ ઉર્ફે ખમણ મજગુલ (રહે.તાલાલા), ગુલશનબેન મકવાણા (રહે.જૂનાગઢવાળા), તાલાલા પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે આરોપીઓની અટકાયત કરી કેસની તપાસ ચલાવી રહેલા તાલાલા સીપીઆઇ બી.જી. સોલંકીએ સ્ટાફના પ્રવિણસિંહ પઢીયારભાઇ, રાઇટર રામભાઇ કોડીયાતર, ચંદુભાઇ શીલુ, શૈલેષ ડોડીયાનાં બંદોબસ્ત સાથે તાલાલા કોર્ટમાં રજૂ કરતાં તાલાલા કોર્ટએ આરોપીઓનાં જામીન ના મંજુર કરી જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે પુરતા બંદોબસ્ત સાથે આરોપીઓને જૂનાગઢ જેલમાં ખસેડેલ હતાં.

{ગત તા.9નાં રોજ સમન્સ બજાવવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થયો\\\'તો

{તમામને જૂનાગઢ જેલ હવાલે કરાયા

કાર્યવાહી | તાલાલા કોર્ટમાં રજૂ કરતા જામીન નામંજૂર

સાંગોદ્રામાં પોલીસ પર હુમલા પ્રકરણમાં વધુ સાતની અટક