તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાયસન્સ કઢાવવા લોકોએ રાત્રે 12 વાગ્યે કતાર લગાવી

લાયસન્સ કઢાવવા લોકોએ રાત્રે 12 વાગ્યે કતાર લગાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઓકચેરીમાં લર્નીંગ લાયસન્સ માટે પહેલા ઓન લાઇન અરજી કરી સમય અને તારીખ નકકી કરવામાં આવશે.બાદ તે સયમ અને તારીખે લર્નીંગ લાયસન્સ નિકળશે.તા 20 જાન્યુઆરીથી અોન લાઇન અરજી કરવાનુ ફરજીયાત થઇ રહ્યુ છે.તે પહેલા લોકો લાયસન્સ કઢવવા માટે આવી રહ્યા છે.આરટીઓનાં નિર્ણયથી રોજનાં 1500 જેટલા લોકો આરટીઓ કચેરીએ આવી રહ્યા છે.પરંતુ લાયસન્સ માત્ર 300 થી 350નાં નિકળતા હોય અન્ય લોકોને ધક્કો ખાવો પડે છે.વહેલો વારો આવી જાય તે માટે અરજદારો રાત્રીનાં જૂનાગઢ આવી જાય છે અને લાઇનમાં ઉભા રહી જાય છે.રવિવારની રાત્રીનાં ગિર-સોમનાથ જિલ્લાનાં ઊના,કોડીનાર,સુત્રાપાડા,તાલાલા સહિતનાં તાલુકાઓમાંથી અરજદારો આવી ગયા હતા અને આરટીઓ કચેરીની બહાર લાઇનમાં ઉભા રહી ગયા હતા.ઊનાનાં દ્રોણથી આવેલા શીવાભાઇ બાબરીયાએ જણાવ્યુ હતુ કે, અમારે ત્રીજો ધક્કો છે. દિવસનાં આવીએ તો વારો આવતો નથી. માટે રાત્રીનાં આવી થઇએ છીએ.અમે 40 લોકો આવ્યા છીએ.