તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોરઠમાં કમોસમી વરસાદ, કેરી ધાણા ઘઉંને નુકસાન

સોરઠમાં કમોસમી વરસાદ, કેરી - ધાણા - ઘઉંને નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠમાંશિયાળાની ઋતુમાં આજે મોડી રાત્રીનાં હવામાનમાં પલટો આવવા સાથે કેશોદ, માંગરોળ, માળિયા, વેરાવળ, તાલાલા પંથકમાં કમોસમી વરસાદથી રોડ, ખેતરોમાં પાણી વહી નિકળ્યા હતાં. વરસાદથી કેરી, ધાણા અને ઘઉંનાં પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહયું છે. સોરઠમાં આજે મોડીરાત્રીનાં હવામાનમાં પલટો આવવા સાથે વીજળીનાં કડાકા - ભડાકા, પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. કેશોદ, ખીરસરા, માળિયા, ચોરવાડ, કોડીનાર, માંગરોળ, નગીચાણા, શીલ, નાંદરખી, વેરાવળ, તાલાલા, ગુંદરણ, માધુપુર, સુરવા સહિતમાં રાત્રીનાં 9 વાગ્યાથી કમોસમી વરસાદ વરસવા લાગતા રોડ અને ખેતરોમાં પાણી વહી નિકળ્યાં હતાં. અચાનક માવઠાથી ખેડૂત પુત્રો ચિંતામાં મુકાઇ ગયા છે.

સોરઠ પંથકમાં ઓચિંતા શિયાળે અષાઢી માહોલ જામતા વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.

તાલાલા

માંગરોળ