તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇલેકટ્રીકલ એન્જિંના છાત્રોએ નેવર સ્ટોપ ટ્રેનનો પ્રોજેક્ટ કર્યો

ઇલેકટ્રીકલ એન્જિંના છાત્રોએ નેવર સ્ટોપ ટ્રેનનો પ્રોજેક્ટ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુ કેશન રીપોર્ટર. જૂનાગઢ

જૂનાગઢનીનોબલ એન્જિનિયરીંગ કોલેજનાં ઇલેકટ્રીક એન્જિનિયરીંગનાં વિદ્યાર્થીઓએ નોબટેક-2015 માં રજૂ કરવા માટે નેવર સ્ટોપ ટ્રેન નામની એક પ્રોજેટક બનાવ્યો છે.

જૂનાગઢનાં ભેંસાણ રોડ પર આવેલ નોબલ એન્જિનિયરીંગનાં ઇલેકટ્રીક એન્જિનિયરીંગનાં વિદ્યાર્થીઓએ નેવર સ્ટોપ ટ્રેન નામની અવિરત ચાલતી ટ્રેન બનાવી છે. ચાઇનીઝ ટ્રેન ઇનોવેશનની ટેકનિક પર ચાલતી ટ્રેન કોઇપણ જંકશન પર ઉભા રહ્યા વગર કાર્ય કરી શકે છે. તેમજ દરેક સ્ટેશન પર કનેકટ કેબીન ધરાવે છે. બે માળ ધરાવતી ટ્રેન પ્રત્યેક સ્ટેશન પર ઉતરનાર મુસાફરોની કેબીન છૂટી પડી જાય છે અને ચઢનારા મુસાફરોની કેબીન જોડાઇ જાય છે. સમયનો વ્યય કર્યા વગર ઝડપીમુસાફરી થઇ શકે છે અને બળતા ઇંધણનું પ્રમાણ ધટવાથી ખર્ચ પણ મોટા પ્રમાણમાં ઘટે છે.