તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઝાંઝરડા રોડ પર મહિલાનાં ગળામાંથી ચેનની ચિલઝડપ

ઝાંઝરડા રોડ પર મહિલાનાં ગળામાંથી ચેનની ચિલઝડપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંઝાંઝરડા રોડ પર આજે સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાનાં ગળામાંથી સોનાનાં ચેનની ચિલઝડપ ચલાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

ઝાંઝરડા રોડ પર અાવેલા જોગીપાર્કમાં રહેતા તરૂલતાબેન રાજેશભાઇ રાઠોડ ઝાંઝરડા રોડ પર શાકમાર્કેટે શાકભાજી લેવા જતી વખતે વર્ધમાન સોસાયટી-1 માંથી ચાલીને પસાર થઇ રહ્યા હતા. અે વખતે બાઇક પર આવેલા બે શખ્સોએ વર્ધમાન એપાર્ટમેન્ટનાં પાછળનાં ભાગે આવેલી શેરીમાં અંધારાનો લાભ લઇ તરૂલત્તાબેને ગળામાં પહેરેલા રૂ. 25 હજારની કિંમતનાં 1 તોલાનાં સોનાનાં ચેનની ચિલઝડપ કરી હતી. મહિલાએ બુમાબુમ કરી મૂકતા લોકોનાં ટોળા એકઠા થઇ જતાં બન્ને શખ્સો બાઇક પર નાસી ગયા હતા. અા બનાવની પોલીસને જાણ થતાં એલસીબી, એસઓજી, બી-ડિવીઝન સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મહિલાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.