• Gujarati News
  • જામનગર , પોરબંદર અને બરડા પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ

જામનગર , પોરબંદર અને બરડા પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાૈરાષ્ટ્રમાંઅને ખાસ કરીને હાલાર, પોરબંદરના ઘેડ અને બરડા પંથકમાં મંગળવારે સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જામનગર પંથકમાં બપોર બાદ ભારે તોફાની પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકામાં મંગળવારે બપોર બાદ વાદળછાયા વાતાવરણ બાદ અડધો કલાક વરસાદ વરસ્યો હતો અને રોડ પર પાણી ફરી વળ્યું હતું. મીઠાપુર તેમજ અાસપાસના વિસ્તારોમાં પણ છાંટા પડ્યા હતા.ખંભાળિયા,જામજોધપુરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.

પોરબંદર શહેર અને જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવાયો હતો અને સાંજે પાંચ કલાકના સુમારે બરડા પંથકના અડવાણા, સોઢાણા, મોઢવાડા સહિતના વિસ્તાર તેમજ માધવપુર અને બળેજમાં વરસાદ ખાબક્યો હતો.સૌરાષ્ટ્રમાં હાલાર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભર શીયાળે અષાઢી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. અચાનક કમોસમી વરસાદથી ખેતરો અને રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા. માવઠાથી ખેતી પાકને નુકશાન પહોંચતા ભૂમિ પૂત્રો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે