• Gujarati News
  • શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં લોકોને નડતો વીજ પોલ દૂર કરાયો

શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં લોકોને નડતો વીજ પોલ દૂર કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંતળાવ દરવાજા વિસ્તારમાં નડતરરૂપ વિજ પોલ દુર કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં.12 ના કોર્પોરેટર નિર્ભય પૂરોહિત, વોર્ડ નં. 13 ના વોર્ડ પ્રમુખ નિલેશ ભટ્ટ, મહામંત્રી અલ્કેશ ગુંદણીયા તથા મહેશ જલાડીએ મ્યુનીસીપલ તંત્રના અધિકારીને ગુલાબનું ફુલ આપીને ગાંધીગીરી કરીને તળાવ દરવાજા વિસ્તારમાં ત્રણ રસ્તાની વચ્ચે વિજ પોલ છેલ્લા ધણા વષોથી નળતરરૂપ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી માત્ર 10 કલાકમાં વિજ પોલ દુર કરાયો છે. ગાંધીગીરી કરીને લોકોની સમસ્યા દુર કરવાનો દાખલો બેસાડયો છે.