• Gujarati News
  • હેલ્થ રીપોર્ટર. જૂનાગઢ

હેલ્થ રીપોર્ટર. જૂનાગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રીપોર્ટર. જૂનાગઢ

જૂનાગઢનાંઇતિહાસમાં સૌપ્રથમ વખત મોઢાનાં કેન્સરનું સફળ ઓપરેશન કરાયું હતું. સિવીલ હોસ્પિટલમાં સાડા ત્રણ કલાકમાં ગલોફામાંથી કેન્સરની ગાંઠ કાઢી સર્જરી કરવામાં આવી હતી.

ચોરવાડમાં રહેતા અને માછીમારી કરતા વિઠ્ઠલભાઇ હીરાભાઇને ગુટકા ખાવાની ટેવ હતી જેને લીધે ગળામાં ગાંઠ થઇ હોય છેલ્લા બે માસથી ખબર પડી હતી. જેથી તેઓ જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ બાયોટસી એટલે ગાંઠનો કટકો લઇ તપાસ અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. જેનું આજે બપોરે સિવીલ હોસ્પિટલનાં કેન્સર સર્જર ડો.ઉદય જલુએ સફળ ઓપરેશન કર્યુ હતું. જૂનાગઢનાં ઇતિહાઇમાં સૌ પ્રથમ વખત મોઢાનાં કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગલોફામાંથી ગાંઠ કાઢ્યા બાદ ગાલની ચામડી લઇ ગળામાં પડેલો ખાડો બૂરવામાં આવ્યો હતો અને સફળ સર્જરી કરાઇ હતી.