• Gujarati News
  • ગત વર્ષે ફોર્મ સ્વિકારાયા હતા

ગત વર્ષે ફોર્મ સ્વિકારાયા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષે ફોર્મ સ્વિકારાયા હતા

કોમર્સ કરેલાઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવા નહોતા. તો ટેટ-2ની પરીક્ષા શું કરવા લેવામાં આવી? અને ગત વર્ષે ફોર્મ સ્વિકારાયા હતા. -ભૂમી પટેલ(ઉમેદવાર)

એટીકેટીની માર્કશીટનો પરીપત્રમાં ઉલ્લેખ નથી

બી.એસસી કરેલાઉમેદવારોની સેમ. 1થી 5 સુધીની માર્કશીટમાં એટીકેટી આવી હોય તો તેની માર્કશીટ સાથે જોડવી તેવો કોઇ પરીપત્રમાં ઉલ્લેખ નથી. અને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પણ છેલ્લા સેમ.ની માર્કશીટ રજૂ કરવા જણાવાયું છે. તેમ છતાં એટીકેટીની માર્કશીટ માંગી રહ્યા છે. અને ફોર્મ સ્વિકારતા નથી. -ભુવા અર્જુન મહેન્દ્રભાઇ (ઉમેદવાર)

વાંધા અરજી સાથે ફોર્મ સ્વિકારશે

અમે ડીપીઓચાવડાને મળવા જતાં તેમણે અમને એવું જણાવ્યું હતું કે, ફોર્મ સ્વિકારી લેવામાં આવશે. પરંતુ તેના પર લાલ પેનથી વાંધાના શેરા સાથે ફોર્મ સ્વિકારાયું હોવાનું લખવામાં આવશે. - રાઠોડબંસી(ઉમેદવાર)

ફોર્મ ભરાય છે તો સ્વિકારતા કેમ નથી?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા ઇકોનોમિકનું બિજનેશ એનવાઇરમેન્ટ નામ કરી નાખાયું છે. ઓનલાઇન ફોર્મ ભરાય છે તો સ્વિકારવાની કેમ ના પાડી દયે છે. -મેહૂલ પટેલ(ઉમેદવાર)

સરકારમાં રજૂઆત કરી છે : ડીપીઇઓ

જૂનાગઢ સેન્ટરપરથી ફોર્મ સ્વિકારી લેવામાં આવશે. પ્રશ્ન રાજ્ય વ્યાપી છે. અંગે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી છે. પરંતુ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી જે નિર્ણય લેશે તે શિરોમાન્ય ગણાશે. -એચ. આર. ચાવડા(ડી.પી.ઇ.ઓ)

સુચના મુજબ ફોર્મ લેવામાં આવે છે

ટી.વાય બી.કોમરીઝલ્ટમાં અર્થશાસ્ત્ર વિષય સાથે પાસ થયેલા ઉમેદવારની અરજીઓ સ્વિકારવાની થાય છે. જે પ્રશ્ન ઉદભવ્યો છે તે ટી.વાય બી. કોમની માર્કશીટમાં ઇકોનોમિક હોવાથી ગુચવણ ઉભી થયેલી છે.- મહેશભાઇલાડાણી (પ્રાથમિકશિક્ષણ કચેરીનાં કર્મચારી)

ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

ગુજરાતરાજ્ય પ્રાથમિક પસંદગી સમિતી દ્વારા રાજ્યભરમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધો. 6 થી 8નાં ગુજરાતી માધ્યમ માટે 4351 વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ ભરી મંંગાવવામાં આવી રહી છે. જેનાં ફોર્મ રાજ્યનાં 26 રીસીવીંગ સેન્ટરો પરથી તા. 27 નવેમ્બર થી તા. 8 ડિસેમ્બર સુધી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સવારે જૂનાગઢનાં બી.આર.સી ભવન ખાતેનાં રીસીવીંગ સેન્ટર પર મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ રજૂ કરવા પહોંચ્યા હતા. વખતે બી.કોમ થયેલા ઉમેદવારોની માર્કશીટમાં અર્થશાસ્ત્ર વિષય લખવાને બદલે બિઝન