• Gujarati News
  • દીક્ષા મહોત્સવમાં પૂ.ગુરૂદેવનું જાહેર પ્રવચન યોજાશે

દીક્ષા મહોત્સવમાં પૂ.ગુરૂદેવનું જાહેર પ્રવચન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજૈન શ્વેતાંબર મૂર્તિ તપ સંઘ દ્વારા આગામી તા.12 એપ્રિલનાં બપોરનાં 3 થી 5 કલાકે મહેતા નિદાન કેન્દ્ર ઉપરકોટ રોડ ખાતે ત્રણ યુવાનોની દીક્ષા નિમીત્તે પૂ.આ.શ્રી અભય શેખર સુ.મ.સા.નું. જાહેર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ. ગુરૂદેવ મનની શાંતિનાં વિષય પર પોતાનું પ્રવચન આપી અશાંતિને શાંતિમાં ફેરવવા જનતાને જણાવશે. જાહેર પ્રવચનનો જૂનાગઢની જનતાને લાભ લેવા સંઘ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.