• Gujarati News
  • એમજીરોડ પર 22 બિલ્ડીંગોમાં પાર્કિંગ નથી

એમજીરોડ પર 22 બિલ્ડીંગોમાં પાર્કિંગ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમી બની છે. વાહન ચાલકોને બજારમાં ખરીદી કરવા નિકળ્યા બાદ વાહનો ક્યાં પાર્ક કરવા સવાલ સતાવતો હોય છે. એમાંયે નવ નિયુક્ત મ્યુ. કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદીએ માંગનાથ રોડ, જોષીપુરાની દુકાનો, તળાવ દરવાજા પાસેનાં એપાર્ટમેન્ટોમાં દબાણ દૂર કરવાની નોટીસ ફટકારી છે. ત્યારે એમજી રોડ પર મનપા કચેરી અને કાળવા ચોક સુધીનાં 22 બિલ્ડીંગોમાં પાર્કિંગ હોવાનું દબાણ હટાવ શાખાએ કરેલા સર્વેમાં બહાર આવ્યું છે. આથી હવે બિલ્ડીંગોમાં નોટીસો ફટકારવામાં આવનાર છે.

અંગેની વિગતો આપતાં દબાણ હટાવ અધિકારી ભરત ડોડીયાએ જણાવ્યું હતું કે, એમજી રોડ પર મનપા કચેરીથી કાળવા ચોક સુધીમાં રોડની બંને સાઇડે મનપાએ સર્વે કર્યો હતો. જેમાં 22 બિલ્ડીંગોમાં પાર્કિંગ હોવાનું અને અમુકમાં પાર્કિંગમાં દુકાનો બન્યાનું માલુમ પડ્યું હતું. તેમાં નોટીસ આપી જાતે દબાણ હટાવીને પાર્કિંગ ખુલ્લું કરાવવા તાકીદ કરાશે. જો સમય મર્યાદામાં દબાણ દૂર નહીં કરાય તો મનપા તેને દૂર કરશે. 22 બિલ્ડીંગોમાં આવતા મુલાકાતીઓને પાર્કિંગનાં અભાવે વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે. જેને લીધે રોડ પર ટ્રાફિકનાં વહન માટેની જગ્યા ઘટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વાહન ચલાવવા માટેની જગ્યા પછી બચતી નથી. આવા સંજોગોમાં જો બિલ્ડીંગોમાં પાર્કિંગની દબાવી દેવાયેલી જગ્યા ખુલ્લી કરાવાય તો વાહન ચાલકો તેમજ ત્યાં આવતા મુલાકાતીઓને ઘણી રાહત મળી શકે.

મોટાભાગનાં બિલ્ડીંગોએવા છે જેમાં વાહન પાર્કિંગની જગ્યા રખાઇ છે ખરી પરંતુ માત્ર નામ પૂરતી. અહીં માત્ર દુકાન કે ઓફિસ ધરાવતા લોકો અને તેમાં કામ કરતા લોકો વાહનો રાખી શકે છે. બહારથી આવતા મુલાકાતીઓ માટે તેમાં વાહન રાખવાની જગ્યા તો ઠીક ત્યાં પાર્કિંગ હશે કે કેમ તેનીય ખબર નથી પડતી. અાવા સંજોગોમાં મુલાકાતીને 5 મિનીટનું કામ હોય તો પણ વાહન પાર્કિંગ માટે 15 મિનીટ બગાડવી પડે છે.

અગાઉનોટીસો અપાઇ હતી

મનપાનાંપ્રથમકમિશ્નર આર. કે. પાઠકે શહેરનાં લગભગ તમામ એટલે કે વખતે 55 જેટલા બિલ્ડીંગોને બીપીએમસી એક્ટની કલમ 262 હેઠળ પાર્કિંગ ખુલ્લા કરાવવાની નોટીસ આપી હતી.

મુલાકાતીઓને વાહન રાખવા દેવાતા નથી