• Gujarati News
  • નિદ્રાધીન માતા પુત્ર પર બે બુકાનીધારીનો હુમલો

નિદ્રાધીન માતા - પુત્ર પર બે બુકાનીધારીનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાંવસપડાની સીમમાં મકાનમાં નિંદ્રાધીન માતા-પુત્ર સહિત ત્રણ પર બે બુકાનીધારીઓએ કુહાડી અને પથ્થરથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલાનાં બનાવથી ચકચાર પ્રસરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વંથલી તાલુકાનાં વસપડા ગામે રહેતાં કોળી ખીમજીભાઇ લખમણભાઇ બામણીયાએ ગામની સીમમાં આવેલ એક વાડીનું ભાગ્યું રાખેલ હોય ગત 19 ઓક્ટોબરનાં વાડીનાં મકાનમાં ખીમજીભાઇ, તેની માતા સહિત ત્રણ જણા સૂતા હતા ત્યારે મોડી રાત્રીનાં અરસામાં મોઢા પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો મકાનનું શટર ઊંચું કરી ઘરમાં પ્રવેશી કોઇપણ કારણ વગર ત્રણેય ઉપર કુહાડી અને પથ્થરથી હૂમલો કરી દેતા ડઘાઇ ગયા હતાં. બંને બુકાનીધારી શખ્સો હુમલો કરી અંધારામાં પલાયન બની ગયા હતાં. હુમલાથી ઘાયલ ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવમાં ખીમજીભાઇ બામણીયાએ બે અજાણ્યા ઇસમો સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.