• Gujarati News
  • કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ કલેક્ટરને શો કોઝ નોટીસ

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ કલેક્ટરને શો કોઝ નોટીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં ચિત્રાવડ ગામે જમીન સંપાદીતનાં મામલામાં કોર્ટ કાર્યવાહી અંતર્ગત ખેડૂતને જમીન સોપતા ગીર સોમનાથ કલેકટર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ પકડ વોરંટની શો-કોઝ ઈસ્યુ થઈ છે.

ચિત્રાવડનાં સરમણભાઇ રામશીભાઇ વાળાની ખેતીની જમીન સરકારે સંપાદિત કરી હતી. તેની સામે મહેસુલ વિભાગે તા. 30 ઓગષ્ટ 2001નાં ઠરાવથી સરમણભાઇ વાળાને હિરણવેલ ગામે સર્વે નં. 51 પૈકીની 8 એકર જમીન ફાળવવા હુકમ કર્યો હતો. પરંતુ વખતનાં જૂનાગઢ અને હાલ ગીર-સોમનાથનાં કલેક્ટરે તેની અમલવારી નહોતી કરી. આથી સરમણભાઇએ જૂનાગઢનાં વકીલ પી. ડી. ગઢવી મારફત વેરાવળ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેના ચુકાદામાં 2013માં ન્યાયયધીશ એ. ટી. કાનાબારે બે માસમાં જમીનનો કબ્જો ખેડૂતને સોંપવાનો હુકમ કર્યો હતો. પરંતુ સ્થાનિક અધિકારીઓએ તેનો કબ્જો નહોતો સોંપ્યો. આથી અરજદારે કોર્ટનો આશરો લીધો હતો. છત્તાં અરજદારને જમીનનો કબ્જો મળ્યો નહીં. આથી ગિર-સોમનાથ કલેક્ટરે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી હોઇ તેમની સામે પગલાં લેવા અને જાતે હાજર થવા અરજી થઇ હતી. આમ છત્તાં તેઓ હાજર નહોતા થયા. આથી તેમની સામે વોરંટ કાઢવાની અરજી થતા કલેકટર સામે શોકોઝ ઈસ્યું થઈ છે.

તાલાલાનાં ચિત્રાવડનાં ખેડૂતને જમીન મામલે