• Gujarati News
  • વેરાવળમાં શાહિગરા સોસા.માં રસ્તો નહીં

વેરાવળમાં શાહિગરા સોસા.માં રસ્તો નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે પાટા ઓળંગી જવું પડતું હોય તંત્ર દંડ ફટકારે છે : વર્ષોથી સમસ્યા : મધુર સોશ્યલ ગુરૂવારે લોકદરબાર યોજી તંત્રને ઢંઢોળશે

ભાસ્કરન્યૂઝ.વેરાવળ

ગીર-સોમનાથજિલ્લાનાં પાટનગર વેરાવળમાં શાહિગરા સહિતની સોસાયટીનાં રહિશોને ચાલવા માટે રસ્તો હોય રેલવે પાટા ઓળંગીને જવું પડતું હોય તંત્ર દંડ ફટકારી હેરાન કરે છે. વર્ષો જુની હાલાકીનાં મુદ્દે સામાજીક સંસ્થા દ્વારા ગુરૂવારે લોકદરબાર યોજી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરાશે.

શાહિગરા, ગરીબે નવાઝ, જલારામનગર, હવેલી વિસ્તાર સહિતની સોસાયટીનાં રહિશોને અવર-જવર માટે રસ્તો હોય રેલવેનાં પાટા ઓળંગીને શહેરમાં જવું પડે છે. રેલવેનાં પાટા ઓળંગવા સમયે રેલવે તંત્ર દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે. રસ્તા સહિતનાં પ્રાથમિક સુવિધાઓનાં પ્રશ્ને વિસ્તારનાં રહિશો વર્ષોથી હાલાકી ભોગવી રહયાં છે. વિસ્તારમાં 50 હજારથી વધુ લોકો રહેતા હોય અને ચાલવા માટેનો રસ્તો હોય પારાવાર મુશ્કેલી વેઠી રહયાં છે. ત્યારે પ્રજાહિત પ્રશ્ને જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપની વેરાવળ શાખા દ્વારા તા.23 નાં ગુરૂવારે સવારે 11 કલાકે રેલવે સ્ટેશન નજીક હોલી ફેઇથ સ્કુલ ખાતે જાહેર લોક દરબારનું આયોજન કર્યુ છે. જેમાં સંસ્થાનાં પ્રમુખ સલીમભાઇ ગુજરાતી અને તેમની ટીમ તેમજ વેરાવળનાં જિલ્લા કન્વીનર ફારૂકભાઇ પેરેડાઇઝ, કાર્યકરો ઉપસ્થિત રહી રહિશોની વ્યથા સાંભળશે. સોસાયટીનાં રહિશોની અવર-જવર માટે ઓવરબ્રીજ બનાવવામાં આવે અથવા વૈકલ્પિક રસ્તો બનાવાય સહિતનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી તંત્રને રજૂઆત કરાશે. લોકદરબારમાં રાજકીય, સામાજીક આગેવાનો અને જાગૃત નાગરીકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.