• Gujarati News
  • બેસતા વર્ષે નાસ્તાની પ્લેટમાં મીઠાઇનું સ્થાન લીધુ ચોકલેટે

બેસતા વર્ષે નાસ્તાની પ્લેટમાં મીઠાઇનું સ્થાન લીધુ ચોકલેટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિપોત્સવીનાંતહેવાર આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. મહાપર્વમાં હવે મીઠાઇના સ્થાને અવનવી વેરાયટીઓમાં ચોકલેટ આપવાનો ક્રેઝ પણ વધતો ચાલ્યો છે. બજારમાં અનેક પ્રકારના સેલિબ્રેશન પેકેટ મળી રહ્યા છે. તેના કારણમાં એક તો મીઠાઇમાં મોંઘવારી અને તેમાં ઘણી વખત અશુદ્ધિ હોય છે. તો ડ્રાયફ્રૂટના ભાવ પણ આસમાને હોવાથી લોકો ચોકલેટ ખરીદવાનું વધુ પસંદ કરે છે. નવા વર્ષનાં વધામણા માટે મોઢું મીઠું કરાવવા માટે મીઠાઇ કે ડ્રાયફ્રૂટનાં સ્થાને હવે ચોકલેટનું વેચાણ વધ્યું છે. છેલ્લા કેટલાક વખતથી દૂધ અને માવાના ભાવમાં તોતીંગ વધારો થતાં હવે મીઠાઇનાં ભાવ પણ વધી ગયા છે. તો ડ્રાયફ્રૂટના ભાવ પણ આસમાનને આંબ્યા છે. વળી મીઠાઇમાં ભેળસેળના બનાવો પણ વધુ બને છે. ત્યારે મીઠાઇની ખરીદીને બદલે છેલ્લા બે વર્ષથી ચોકલેટની ખરીદી પ્રત્યે મધ્યમ વર્ગનો મોહ વધતો જાય છે. બધામાં જો સૌથી વધારે પરિવર્તન આવ્યું હોય તો તે મહેમાનોને નાસ્તાની પ્લેટમાં મીઠાઇને બદલે ચોકલેટ પીરસવાનું છે.