• Gujarati News
  • બજારમાં મુખવાસની 90 વેરાયટી ઉપલબ્ધ

બજારમાં મુખવાસની 90 વેરાયટી ઉપલબ્ધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ પાનસૂરી, રજવાડી મુખવાસ લોકોમાં ફેવરીટ

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢનાંપંચહાટડી રોડ પર છેલ્લા 10 વર્ષથી મુખવાસ વેચતા જીતુભાઇ જણાવે છે કે, દિવાળીમાં નવા વર્ષે 80 થી 90 પ્રકારનાં મુખવાસ ઉપલબ્ધ છે. જેમાંથી પાનસુરી અને રજવાડી મુખવાસની ખરીદી લોકો સૌથી વધુ કરે છે. ઉપરાંત ડ્રાયફૂટની સાથે ઠંડા મુખવાસ માટે પણ લોકોનો ટેસ્ટ યથાવત છે. મુખવાસ બજારમાં ઠંડો મુખવાસ, સોપારીમાં કેસર, પાઇનેપલ, ગુલાબ, મેંગો અને ચોકલેટ, કેરી મુખવાસમાં ખટ્ટમીઠા આંબળા, ગુલકંદમાં પાઇનેપલ, મેંગો, વેનીલા, મેંગો, ચોકલેટ અને કેસર, હજમાહજમ, સલીમાં ગુલાબ, કેસર અને ચોકલેટ, કેરી ગોટલી, હૃદયરોગ-ડાયાબીટીસથી રાહત આપતી દેશી હરસી, તલમાં ગુલાબ, મેંગો, પાઇનેપલ અને પીસ્તા, મીઠી સોપારીમાં ગુલાબ, ચોકલેટ, કાલાજામ, ખાટા મુખવાસમાં સાદો ડ્રાયફૂટ અને વરિયાળી તેમજ મીઠ્ઠી આંબલી સહિતનાં મુખવાસની વેરાયટી ઉપલબ્ધ છે.

મુખવાસમાં 10 ટકાનો ભાવવધારો

જૂનાગઢમાંદિવાળીપૂર્વે લોકો વેરાયટીયુકત મુખવાસની ખરીદી કરી રહ્યા છે. ત્યારે મુખવાસ બજારને મોંઘવારી લાગુ પડી હોય તેમ 10 ટકાનો ભાવવધારો થયો છે. ગતવર્ષે જે મુખવાસ રૂા.30 નો 100 ગ્રામ મળતો હતો તેના ભાવ વર્ષે રૂા. 40 છે. તસ્વીર / મેહુલ ચોટલીયા