• Gujarati News
  • જુનાગઢમાં બે સગા ભાઇઓ પર છરીથી હૂમલો

જુનાગઢમાં બે સગા ભાઇઓ પર છરીથી હૂમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગિરીરાજ સોસાયટીમાં રહેતા નયનભાઇ ભીંડોરા(ઉ.26) ગઇકાલે ગિરીરાજ રોડ પર આવેલી ખાનગી સ્કુલ પાસે પાનની દુકાને પાન ખાવા માટે ગયો હતો. ત્યારે ત્યાં રાજુ ભોજા મેર નામનો શખ્સ કારમાં આવ્યો હતો. તેને નયનભાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ છરીથી હૂમલો કર્યો હતો. જે હૂમલામાં તેમને ઇજા પહોંચી હોવાથી તેનાં ભાઇ કેતનભાઇ વચ્ચે પડતા તેનાં પર પણ છરીથી હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં કેતનભાઇને પેટનાં ભાગે ઇજા પહોંચી હતી. અંગે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.