• Gujarati News
  • જૂનાગઢ દિવ્ય ભાસ્કર ભારતીય ટીમને શુભેચ્છા સાથે 12 ફૂટનું બેટ મોકલશે

જૂનાગઢ દિવ્ય ભાસ્કર ભારતીય ટીમને શુભેચ્છા સાથે 12 ફૂટનું બેટ મોકલશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડ કપ 2015 ની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે આજે જૂનાગઢ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ભારતીય ટીમને ઓલ બેસ્ટનાં સંદેશ સાથેનું 12 ફૂટનું બેટ વાહનમાં રાખી આખા શહેરમાં ફેરવવામાં અાવશે. તા.13 નાં સવારે 11 થી સાંજે 5:30 દરમિયાન વી વોન્ટ વન મોર ની થીમ પર ડીજે નાં સથવારે ચક દે ઇન્ડિયા જેવા ગીતો વગાડી ભારતીય ટીમને મોટીવેશન અપાશે. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે બહાઉદીન કોલેજ સામે આવેલી સીમરન એન્ટરપ્રાઇઝ ખાતે બેટ લઇ જવાશે. જ્યાં બેટમાં જૂનાગઢવાસીઓ પોતાની સહી કરશે. અને તે બેટ ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટને આપી વર્લ્ડકપમાં જીત માટે ઇન્ડિયન ટીમને જૂનાગઢવાસીઓ ઓલ બેસ્ટ કહેશે. ત્યારે આવો તમે પણ બેટમાં સહી કરી ટીમ ઈન્ડીયાને ઓલ બેસ્ટનો સંદેશ પાઠવો.