તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંગરોળમાં ASI પીધેલો ઝડપાયો

માંગરોળમાં ASI પીધેલો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળપોલીસ લાઇનમાંથી અનાર્મ એએસઆઇ પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસબેડામાં ચકચાર પ્રસરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ પોલીસ સ્ટેશનમાં અનાર્મ એએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉમેદસિંહ ભોવાનસિંહ સિસોદીયા (ઉ.વ.55) ગત તા.6નાં રોજ બપોરનાં અરસામાં પોલીસ લાઇનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પી નશો કરેલી હાલતમાં છાકટા બની બિભત્સ બકવાટ કરતા મળી આવતા પીએસઆઇ આર.એમ. ચૌહાણે તેની અટક કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.