તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેરાવળમાં રાજકોટનાં 2 સહિત 3 દારૂ સાથે ઝબ્બે

વેરાવળમાં રાજકોટનાં 2 સહિત 3 દારૂ સાથે ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારમાંથી 108 બોટલ સહિત અડધા લાખથી વધુનો મુદામાલ કબજે : બે નાસી ગયા

ભાસ્કરન્યૂઝ. વેરાવળ

સોમનાથબાયપાસ ચોકડી પાસે આજે મોડી રાત્રીના એસઓજી બ્રાન્ચ તથા પ્રભાસપાટણ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક ફ્રન્ટી મારૂતી કારને શંકાસ્પદ હાલતમાં જણાતા રોકી તલાસી લેતા દારૂ સાથે રાજકોટના બે તથા વેરાવળનાં ઇણાજ ગામના એક શખ્સ મળી ત્રણ ધરપકડ કરેલ છે.

એસઓજીના પીઆઇ મનીશ ઠાકર તથા પ્રભાસપાટણ ડી.સ્ટાફના ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ, નંદલાલ સહિતના સ્ટાફ સોમનાથ બાયપાસ ચોકડી નજીક હોટલ સફારી પાસે વાહન ચેકીંગ કરી રહેલ તે દરમિયાન મારૂતી ફ્રન્ટી મોટર કાર નં.જીજે-1પીપી 3271ની શંકાસ્પદ પસાર થતા તેને રોકાવી તલાસી લેતા મોટર કારમાંથી 108 વિદેશી દારૂની બોટલ કીં.રૂા.32,400 તથા મોબાઇલ ફોન 3 કીં.રૂા.1500 અને મારૂતી ફ્રન્ટી કીં.રૂા.25 હજાર મળી કુલ રૂા.58,900ની સાથે મારૂતીકારના ચાલક રાજકોટ, ગોંડલ, ચોકડીલ પાસે રહેતો કેતન ગોપાલ વાજા રાજકોટ નજીક શાપર વેરાવળમાં રહેતો પંકજ છગન રાવલીયા અને વેરાવળના ઇણાજ ગામે રહેતો અર્જુન ઉર્ફે લાલો ઉર્ફે ભુરો ગોવિ઼દ ભજગોતરની ધરપકડ કરેલ જયારે રેઈડ દરમિયાન જૂનાગઢનો સુરા ચાંડપા તથા ઇણાજનો દિપુ કાના બાંભણીયા નાસી ગયા હતા.