• Gujarati News
  • ભેંસ પરત રાખવાનાં મનદુ:ખે ખલીલપુરનાં પ્રૌઢ પર હુમલો

ભેંસ પરત રાખવાનાં મનદુ:ખે ખલીલપુરનાં પ્રૌઢ પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાંખલીલપુરનાં એક યુવાને 10 દિવસ પહેલા વધાવી ગામેથી ભેંસની ખરીદી કરી હતી. ત્યારબાદ ભેંસ બિમાર હોવાની જાણ થતાં તેને પરત કરવાનું કહેતા ગઇકાલે સવારનાં અરસામાં વધાવી ગામે ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઇજાઓ પહોંચી હોવાથી સિવીલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. અંગે યુવાને પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ, જૂનાગઢનાં ખલીલપુર ગામે રહેતા મોહનભાઇ નટુભાઇ ચાવડા(ઉ.50)એ દસેક દિવસો પહેલાં વધાવી ગામે રહેતા જીકા કોળી પાસેથી ભેંસની ખરીદી કરી હતી. જે ભેંસ બિમાર હોવાથી મોહનભાઇએ જીકાને ભેંસ પરત રાખવા કહ્યું હતું. જેનું મનદુ:ખ રાખી જીકાએ મોહનભાઇને ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતા જીકા સાથે આવેલા મુન્ના અને મનો કોળીએ હુમલો કર્યો હતો. જેમાં મુન્નાએ મોહનભાઇ પર ધારીયાથી હુમલો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડેલા લોકો પર મનો કોળી નામનાં શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં મોહનભાઇને ઇજા પહોંચી હોવાથી સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. અંગે મોહનભાઇએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ભેંસ બિમાર હોવાની બાબતે આખો મામલો બાદમાં પોલીસ સ્ટેશને પહોંચ્યો.

વધાવી ગામેથી 10 દિવસ પહેલા લીધેલી ભેંસ નિકળી બિમાર