તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પ્રાણલાલ હતા ભજનનો પ્રાણ : મોરારિબાપુ

પ્રાણલાલ હતા ભજનનો પ્રાણ : મોરારિબાપુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ મોરારિબાપુએ વિમોચન પ્રસંગે ભજનિક સાથેનાં પ્રસંગો વાગોળ્યા : રાત્રે ગ્રીન સિટી ખાતે ભીખુદાન સહિતનાં કલાકારોએ સંતવાણીથી અર્પણ કરી શ્રદ્ધાંજલી

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

ગુજરાતીભજનોનાં એક જમાનાનાં સુપરસ્ટાર એટલે પ્રાણલાલ વ્યાસ. આજે તેમની પુણ્યસ્મૃતિમાં એક પુસ્તક પ્રાણ એક સ્મરણનું પ્રખર રામાયણી મોરારિબાપુનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આજે મોડી સાંજે ગ્રીન સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરારિબાપુએ પ્રાણલાલ વ્યાસ સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તો લોકસાહિત્યકારોએ સંતવાણીમાં રંગત જમાવી હતી.

સુપ્રસિદ્ધ ભજનિક પ્રાણલાલ વ્યાસની સ્મૃતિમાં તેમનાં જીવન વિશ્લેષણને લઇને અનેક લોકોનાં અભિપ્રાયો-લેખોને સમાવતું પુસ્તક પ્રાણ એક સ્મરણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આજે મોડી સાંજે બાયપાસ પર આવેલા ગ્રીન સિટી ખાતે તેનો વિમોચન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા પ્રખર રામાયણી મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ભજનોનાં પાંચ પ્રાણ હતા. જેમાં એક દ્વારકાવાળા કાનદાસબાપુ, નારાયણ સ્વામી, કનુભાઇ બારોટ, અમરદાસ ખારાવાળા અને પ્રાણલાલ વ્યાસ. એમ પ્રાણલાલ ભજનનાં પાંચમા પ્રાણ હતા. મને આખી દુનિયા બાપુ કહે છે. પણ પ્રાણભાઇ મને બાપજી કહેતા. છેલ્લે 2004-05માં મેં તેમને આફ્રિકા આવવા કહેલું ત્યારે પહેલાં તેમણે મને તબિયત બરાબર હોવાનું કહી ના પાડી હતી. પરંતુ પછી તેઓ મારી સાથે જોડાયા હતા. ત્યાં તેમણે બે ભજનો ગાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બધાએ તેમને તબિયત ખરાબ હોઇ ગાવાની ના પાડી. પરંતુ તેમણે ભજનો ગાયા. પ્રસંગને યાદ કરી મોરારિબાપુએ કહ્યું, વખતે મને લાગ્યું કે મારો પ્રાણિયો પાછો આવી ગયો. પ્રાણભાઇને ગળાની તકલીફ હતી એવું બધા કહે છે, વાતને ટાંકીને મોરારિબાપુએ કહ્યું, જેમણે જીંદગી આખી ગાયું હોય એને ગળાની તકલીફ થાય. જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવીએ હાઇલા હાલોને અંજાર ભજન વિશે વાત કરી હતી. હજારોની હકડેઠ્ઠ મેદની વચ્ચે મોડી રાત્રે લક્ષ્મણ બારોટ, ઓસમાણ મીર, શૈલેષ મહારાજ, વગેરે કલાકારોએ સંતવાણીની રંગત જમાવી હતી.

તસ્વીર/ મેહુલચોટલીયા

પ્રાણ એક સ્મરણ પુસ્તકનું વિમોચન