• Gujarati News
  • 108ના સ્ટાફે પ્રૌઢ પાસેથી મળેલા 2250 પરત કર્યા

108ના સ્ટાફે પ્રૌઢ પાસેથી મળેલા 2250 પરત કર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
108ના સ્ટાફે પ્રૌઢ પાસેથી મળેલા 2250 પરત કર્યા

વાઘેશ્વરી મંદિર પાસે એક પ્રૌઢને આંચકી આવતા સારવારમાં



જૂનાગઢશહેરમાં આજે સવારે ભવનાથ રોડ પર આવેલા વાઘેશ્વરી મંદિર પાસેથી એક પ્રૌઢ ચાલીને પસાર થતાં હતા. ત્યારે તેમણે તાણ અને આંચકી ઉપડી જતાં 108ને જાણ કરવામાં આવી હત. આથી 108એ સાથે પ્રૌઢને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયેલા પ્રૌઢ પાસેથી મળી આવેલા રૂપીયા ડોક્ટરને આપી 108નાં સ્ટાફે પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

જૂનાગઢનાં ભવનાથ રોડ પર આવેલા વાઘેશ્વરી મંદિર પાસેથી એક અજાણ્યા પ્રૌઢ ચાલીને પસાર થતા હતા. દરમિયાન તેમને તાણ-આંચકી આવતાં તેઓ રસ્તા પરજ પડી ગયા હતા. આથી એક રાહદારીએ 108ને જાણ કરતા પાયલોટ જીતુભાઇ ગઢવી અને ડો. સલમાબેન શેખ દોડી ગયા હતા. દરમ્યાન પ્રૌઢ બેભાન થઇ ગયા હતા.

108નાં ડોક્ટરે તેમણે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલે ખસેડ્યા હતા. પ્રૌઢની પ્રાથમિક સારવાર દરમિયાન 108નાં સ્ટાફને રૂ. 2,250 મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરી 108નાં સ્ટાફે રૂપીયા હોસ્પિટલનાં તબીબ પાસે જમા કરાવ્યા હતા. ઇમરજન્સીની સેવા આપવાની સાથે 108નાં સ્ટાફે પ્રમાણિકતા દાખવી હતી. હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું હતું કે, પ્રૌઢ સવારથી લઇ રાત્રે 8 વાગ્યા સુધી ભાનમાં આવ્યા હોવાથી તેઓ ક્યાના છે અને તેનું નામ શું છે જાણવા મળ્યું નહોતું.