તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જૂનાગઢ શહેરમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર કચ્છની ચિંતન શિબીરનું આયોજન

જૂનાગઢ શહેરમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર કચ્છની ચિંતન શિબીરનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ કોંગ્રેસની કારોબારીની મીટીંગ મળી હતી.જેમાં જૂનાગઢમાં તા.22 જાન્યુઆરીનાં સૌરાષ્ટ્ર- કચ્છનાં તમામ જિલ્લા આગેવાનોની એક ચિંતન શિબીર યોજાનાર છે.જેને લઇને શહેર કોંગ્રેસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ કારોબારીનાં સદસ્ય પ્રવિણ ટાંકએ જણાવ્યુ હતુ કે,ગુજરાત પ્રદેશ કારોબારીની મીટીંગ ગાંધીનગરમાં મળી હતી.આ મીંટીગમાં જૂનાગઢમાં તા.22 જાન્યુઆરીનાં સવારનાં 10 થી 5 વાગ્યા સુધી ટાઉન હોલ ખાતે સૌરાષ્ટ્ર -કચ્છનાં તમામ જિલ્લાનાં આગેવાનોની એક ચિંતન શિબીરનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ શિબીરમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા,વિરોધ પક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલા અને દિલ્હીથી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામત ઉપસ્થિત રહેશે અને જિલ્લાનાં કોંગી આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડશે.તેમજ ગુજરાતની પ્રજાનાં વિવિધ પ્રશ્નો,આંદોલન,સંગઠન માટે ચિંતન શિબીરમાં ચર્ચા કરવામાં આવશે. શિબીરમાં સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લા,શહેર,તાલુકાનાં પ્રમુખો,પ્રદેશ હોદેદારો,દરેક મોરચાનાં હોદેદારો ભાગ લેશે. શિબીર બાદ શું પરિવર્તન આવે છે તે તો આવનાર દિવસે ખ્યાલ આવશે.

વિરોધ પક્ષનાંનેતા શંકરસિંહ વાધેલા અને અરર્જુન મોઢવાડીયા આવતીકાલે બપોરનાં ભવનાથમાં થશે. અને ભવનાથમાં થયેલા બાંધકામની ચર્ચા કરશે.તેમજ ભવનાથમાં ઉતારા મંડળનાં સંચાલકોને મળશે.તેની રજૂઆત સાંભળી રાજય સરકારને રજૂઆત કરશે.

નેતાઓ ભવનાથ ઉતારાનાં સંચાલકોને સાંભળશે