• Gujarati News
  • ગાંધીગ્રામમાં રેલ્વે સ્ટેશન ઉભંુ કરાશે

ગાંધીગ્રામમાં રેલ્વે સ્ટેશન ઉભંુ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉભુ કરાશે : સાંસદ ચુડાસમા તૈયાર કરી રહ્યાં છે બ્લુ પ્રિન્ટ

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢજિલ્લાને રેલ્વેતંત્ર દ્વારા સતત અન્યાય થઈ રહ્યો છે. નાના નાના પ્રશ્નો પણ ઉકેલાતા નથી ત્યારે સુવિધા માટે તો લોકો રીતસર વલખા મારી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાનાં કેટલાક માથાનાં દૂ:ખાવારૂપ પ્રશ્નો ઉકેલવા માટે સાંસદ ચુડાસમાએ એક લાંબાગાળાનું આયોજન તૈયાર કર્યું છે. જેમાં જૂનાગઢ શહેરનાં રેલવે ફાટકો અમરેલી બ્રોડગેઈજ લાઈન, રેલ્વે સ્ટેશનની સુવિધા સહિતની બાબતોને આવરી લેવાઈ છે.રેલ્વે બજેટમાં પ્રશ્નો મૂકીને તેના ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત સોરઠનાં વેરાવળ, તાલાલા, વિસાવદર, ઊના, કેશોદ સહિતનાં નાના-મોટા શહેરો અને રોડ ઉપર જે રેલ્વે લાઈનનાં લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે નવા બજેટમાં ઓવરબ્રીજ માટેનાં પણ પ્રયત્નો સાંસદ ચુડાસમા દ્વારા થશે.

રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ

જૂનાગઢજોષીપરાનુંરેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાની એક વિચારણા પણ છે. ઉપરાંત ગીરીરાજ વિસ્તારનું બસ સ્ટેશન વાળુ ફાટક પહોળુ કરવામાં આવે તો મોટો પ્રશ્ન ઉકેલાઈ.

મોર્ડનરેલ્વે સ્ટેશન

હવેમોર્ડનકેટેગરીમાં લઈ જવાશે જેથી વધુ સુવિધાઓ મળી રહે. ઉપરાંત અમદાવાદ, હરિદ્વાર ટ્રેનને સોમનાથ સુધી લંબાવવી. રાજકોટ સીકદરાબાદ ટ્રેનને સોમનાથ સુધી લંબાવવી, સોમનાથ-સુરત, ઓખા-હાવડાને જોડતી સોમનાથ લીંક ટ્રેન આપવી, ઓખા-રામેશ્વરને જોડતી સોમનાથ લીંક ટ્રેન આપવી, સોમનાથ-રાજકોટ વચ્ચે ડ્રેમો ટ્રેન શરૂ કરવી,પરિક્રમા, મેળા માટે ખાસ વધારાની ટ્રેન દોડાવવી. તેવી માંગણી પણ થઈ છે.

જૂનાગઢ-અમરેલીને જોડતીનવી બ્રોડગેઈજ યોજનાને પ્રાર્થમીકતા આપવામાં આવશે અને નવી રેલ્વે લાઈન અમરેલીથી જૂનાગઢનાં ગાંધીગ્રામ થઈ સીધી શાપુર જતી રહે તો ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય. ઉપરાંત જૂનાગઢ શહેરનાં મિટર ગેઈજ રેલ્વે લાઈનનાં ફાટકો દૂર કરવામાં આવશે. ગાંધીગ્રામ, ભૂતનાથ, જયશ્રી, તળાવદરવાજા, બસ સ્ટેશન રોડનાં ફાટકો નિકળી જતા શહેરીજનોનો એક વિકરાળ પ્રશ્ન ઉકેલાશે. ઉપરાંત ગાંધીગ્રામમાં પડતર થઈ ગયેલા રેલવે સ્ટેશનને ફરી ઉભુ કરી કાર્યરત કરાશે. આગેવાનો અને સાંસદો સાથે બેઠકો પણ મામલે યોજાશે. ઉપરાંત ભાવનગરનાં બદલે જૂનાગઢને રેલ્વેનાં રાજકોટ ડિવીઝનમાં ફેરવવાનાં પ્રયત્નો થશે.

નવી લાઈન ગાંધીગ્રામ થઈને સીધી શાપુર લઈ જવી