• Gujarati News
  • કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડી અંતે બહાર કઢાઇ

કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડી અંતે બહાર કઢાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનજીકનાં ખડિયા નજીક આવેલા એક કુવામાં દીપડી ખાબકી હતી. જેની જાણ વન વિભાગને થતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને દીપડીને બહાર કાઢવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ પાણીથી ભરેલા કુવાની ભેખડમાં દીપડી ભરાઇ ગઇ હતી. અને કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડીને કુવામાંથી બહાર કાઢવામાં વનતંત્ર સફળ રહ્યું હતું.

જૂનાગઢ નજીકનાં ખડિયા થી બિલખા વચ્ચે આવેલી જાગા મનજીની વાડીમાં આવેલા એક કુવામાં રાત્રીનાં અંધારામાં દીપડી પડી ગઇ હતી. જેની જાણ વન વિભાગને થતા આરએફઓ મારૂ, વન વિભાગની રેસ્ક્યુ ટીમ અને સક્કરબાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને દીપડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અંગે આરએફઓ મારૂએ જણાવ્યું હતું કે, કુવો પાણીથી ભરેલો છે. માત્ર ૧૦ ફૂટ ખાલી છે. જેમાં દીપડી પડી ગઇ છે. સવારે કલાકે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલ્યું હતું. પણ દીપડી બહાર નીકળી હતી. કેમ કે તે કુવાની ભેખડમાં ભરાઇ જતો હતો. જેનાં કારણે તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, રાત્રે કુવામાં સીડી કે નેટ રાખવામાં આવશે. તેના થકી બહાર આવી શકશે. કુવામાં જોકે, પાણી ભરેલું છે. દરમિયાન રાત્રીના કુવાની ભેખડમાં લપાયેલી દીપડીને વનતંત્રએ કલાકોના આચરેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં સફળતાં મેળવી હતી.

કુવામાં ખાબક્યા પછી દીપડી ભેખડમાં લપાઇ ગઇ હતી.

લોકોના ટોળાં એકઠા થતાં મુશ્કેલી

સામાન્યરીતેકુવામાં પડેલો દીપડી ગભરાઇ ગઇ હતી. રેસ્કયુ દરમિયાન કુવાનાં કાંઠે ટોળાં એકઠા થઇ જતાં દીપડી ભયને લીધે ભેખડમાં લપાઇ ગઇ હતી. પરિણામે મુશ્કેલી સર્જાઇ રહી છે.