• Gujarati News
  • ભવનાથમાં બે દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું અાયોજન

ભવનાથમાં બે દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું અાયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાંમંગલનાથજીની જગ્યા અને સોરઠિયા આહીર જ્ઞાતિનાં ઉતારા ખાતે તા.28 અને 29 નવે.નાં રોજ આયોજન કરાયું છે. સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ એટલે દુર્ગા સપ્તશતી (ચંડીપાઠ) નાં 13 અધ્યાયનાં 700 વેદોક્ત શ્લોકોનો એક પાઠ. આવા એક હજાર પાઠ એટલે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ. મહાયજ્ઞમાં કાશીનાં ડો.મહાદેવપ્રસાદ મહેતાનાં આચાર્યપદે 21 યજ્ઞશાળામાં 42 દંપત્તિઓ 200 બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર વચ્ચે આહૂતિ આપશે. મહાયજ્ઞની પૂર્વ સંધ્યાએ તા. 28 નવે. નાં રોજ રાત્રે 9 વાગ્યે લોકડાયરો યોજાશે. જેમાં માયાભાઇ આહીર, કિર્તીદાન ગઢવી લોકસાહિત્યનું રસપાન કરાવશે.