તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સૂત્રાપાડા, સનવાવ, જરગલીમાં 1 ઇંચ

સૂત્રાપાડા, સનવાવ, જરગલીમાં 1 ઇંચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ પંથકમાં આસો માસમાં અષાઢી માહોલ છવાયો

એકતરફ આસો માસ અર્ધો પુરો થવા આવ્યો છે અને દિવાળીના સપરમા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ સૌરાષ્ટ્રમાં હજીપણ છુટો છવાયો હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.જુનાગઢ જિલ્લામાં સોમવારે ગાજવીજ સાથે છુટાછાયા સ્થળોએ સામાન્યથી એક ઇંચ વરસાદ થયો હતો.માળિયા હાટીના પંથકમાં કરા સાથે વરસાદ થયો હતો.જ્યારે વેરાવળ પંથકમાં વીજળી પડતા એકનું મોત થયું હતું.અને બે વ્યક્તિને ઇજા થઇ હતી.

સોરઠમાં આજે ફરી મેઘરાજાએ ધરાને ભીંજવી હતી. સુત્રાપાડા, ગીરગઢડાનાં સનવાવ અને જરગલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. સુત્રાપાડામાં વરસાદથી કપાસનાં પાકને મોટાપાયે નુકશાન થયું હતું. પવનથી વીજ વાયરો અને વૃક્ષો ધરાશાયી થયા હતા.

માળિયાહાટીનાનાં ગડુ(શેરબાગ) અને ભંડુરીમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે બરફનાં કરા પડ્યા હતા. બંને ગામમાં પોણો ઇંચ જેવું પાણી વરસ્યુ હતું. આસો મહિનામાં પણ અષાઢી માહોલ છવાઈ ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

સૂત્રાપાડામાં સોમવારે વરસેલા એક ઈંચ વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા.

વીજળીના કડાકાભડાકા વચ્ચે સોમનાથમાં છવાયો અંધારપટ

માિળયાના ગડુ-ભંડુરીમાં કરા પડ્યા

વેરાવળનાં કીંદરવાનીસીમમાં વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલ ભાનુબેન આમ્હેડા (ઉ.વ.32) નું મોત નિપજ્યું હતું. જ્યારે ગંગાબેન ચાંડપા અને લક્ષ્મીબેન અામ્હેડાને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

વેરાવળના કીંદરવામાં વીજળી પડતાં 1 નું મોત, બે ઘાયલ

ગીરસોમનાથમાં સોમવારેસાંજે પલટાયેલા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકાભડાકા થતાં સોમનાથમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને કારણે થોડા સમય માટે સોમનાથમાં અંધારપટ છવાઈ ગયો હતો.