• Gujarati News
  • બીલખામાં પિતાએ 5 વર્ષની પુત્રીની સગાઇ કરી નાંખી

બીલખામાં પિતાએ 5 વર્ષની પુત્રીની સગાઇ કરી નાંખી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલખાનાંરાવતસાગર નેસમાં રહેતા ગઢવી શખ્સે તેની પાંચ વર્ષની દિકરીની પત્નીને પુછયા વગર સગાઇ કરી નાંખતા બાબતે પત્નીએ સવાલ ઉઠાવતાં તેને લોખંડનાં પાઇપથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસે પત્નીની ફરિયાદ આધારે તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બીલખાથી ચાર કિમી અંતરે આવેલા રાવતસાગર નેસમાં ગઢવી વજાભાઇ મૈસુરભાઇ ગજરીયા પોતાના પરિવાર સાથે રહે છે. વજાભાઇએ તેની પત્ની લક્ષ્મીબેનને પુછયા વગર પાંચ વર્ષની દિકરી માઉની સગાઇ કરી નાંખી હતી. અંગેની લક્ષ્મીબેનને જાણ થતાં મને પુછયા વગર કેમ સગાઇ કરી નાંખી છે એવું તેના પતિ વજાને કહેતા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને લોખંડનાં પાઇપથી માર મારી લોહી લુહાણ કરી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસે લક્ષ્મીબેનની ફરિયાદ આધારે તેના પતિ વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ એન.જી.જાડેજાએ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.