• Gujarati News
  • જૂનાગઢ શહેરમાં મહિલાનાં હાથમાંથી પર્સની ચિલઝડપ

જૂનાગઢ શહેરમાં મહિલાનાં હાથમાંથી પર્સની ચિલઝડપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંદુર્વેશનગર સરયુ એપાર્ટમેન્ટની પાસે રહેતા લતાબેન રમેશભાઇ ચૌહાણ ગઇકાલે સવારે સરદારબાગથી મોતીબાગ રોડ પર આવેલા લાલ બાગ પાસે રોડની સાઇડમાં બેઠા હતા. દરમ્યાન લતાબેનની પાછળથી એક અજાણ્યો બાઇક ચાલક આવ્યો હતો. અને તેમના હાથમાં રહેલા પર્સની ઝોંટ મારી ચીલઝડપ કરી ગયો હતો. મહિલાએ રાડારાડી કરી મૂકતા લોકો એકઠા થઇ ગયા હતા. ત્યાં તો બાઇક ચાલક પર્સ લઇને નાસી ગયો હતો. ચીલઝડપ થયેલા પર્સમાં રૂ. 20 હજારની કિંમતની 4 સોનાની વીંટી, મોબાઇલ ફોન રૂ. 1500 અને રોકડ 500 અને એક એસબીઆઇનું એટીએમ કાર્ડ હોવાની ફરિયાદ મહિલાએ બી-ડિવીઝન પોલીસમાં નોંધાવી છે. ચીલઝડપ થયાનો બનાવ બનતા પીએસઆઇ એન. એ. છુવારાએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચીલઝડપ, ચોરી, અપહરણ જેવા બનાવોમાં વધારો થયો છે. ત્યારે પોલીસ આવા લુખ્ખા ત્તત્વો સામે કડક કાર્યવાહી કરે અને પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી લોક માંગ ઉઠી છે.

{4 સોનાની વીટીં અને મોબાઇલ ઉઠાવી ગયા

લુખ્ખાઓ ચમક્યા| શહેરમાં વધ્યો ક્રાઇમ રેટ : લૂંટ, અપહરણ, ચોરી વધી