• Gujarati News
  • સુદર્શન અને નરસિંહ સરોવરની થશે કાયાપલટ

સુદર્શન અને નરસિંહ સરોવરની થશે કાયાપલટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં પેટ્રોલ પંપ ધારકોની હડતાળને પગલે આજે રાત્રે 12 વાગ્યાથી જૂનાગઢનાં તમામ પેટ્રોલ પંપ પણ બંધ થઇ ગયા હતા. જે તા. 11 એપ્રિલે સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. બાદમાં તા. 11 એપ્રિલે સાંજે 6 થી રાત્રે 12 સુધી પણ પેટ્રોલ પંપ બંધ રહેશે. એમ પેટ્રોલ પંપ એસો.નાં જેરામભાઇ કોટડિયાએ જણાવ્યું હતું.

નરસિંહ મહેતા તળાવનો તો કોર્પોરેશન પણ વિકાસ કરી શકે

નરસિંહ મહેતાતળાવનાં વિકાસમાં કોર્પોરેશન રસ દાખવીરહ્યું છે. અને સમયાંતરે ખર્ચ પણ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ અન્ય સ્થળ પાછળ વાપરવી જોઇતી હતી. હવાલો કોર્પોરેશનને આપી દેવો જોઇએ.

કલેકટરની ગ્રાન્ટમાંથીગિરનાર પર્વતની સીડી અને ઉપરકોટનો વિકાસ કરવાની ભલામણ કરાઇ હતી. પરંતુ જ્યાં સૌથી વધુ યાત્રાળુઓ આવે છે. તેવા ઉપરકોટ અને ગિરનાર નો આમાં સમાવેશ કરાયો નથી.

ગિરનાર- ઉપરકોટ વિસરાયા

સુદર્શન તળાવ શું કામ ?

સામાન્ય રીતેસુદર્શન તળાવની ખાસ ઓળખ નથી. પરંતુ તે પૌરાણિક છે. સુદર્શન તળાવનાં વિકાસ પાછળ ગિરનાર રોપ-વે યોજના સાકાર થાય ત્યારે તેનો લાભ લઇ શકાય તેવું આયોજન થઇ રહ્યું છે.

રાજ્ય સરકારેફેબ્રુઆરીમાં કલેકટરને 10 કરોડ આપવની જાહેરાત કરી હતી. પરંતુ આજ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેના કારણે વિકાસની ગતી ધીમી પડી છે.