• Gujarati News
  • વિસાવદર સ્વામી ગુરૂકુલનાં સંસ્થાપક અક્ષરવાસી થયા

વિસાવદર સ્વામી ગુરૂકુલનાં સંસ્થાપક અક્ષરવાસી થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણગુરૂકુલ વિસાવદરનાં સંસ્થાપક ભગવતજીવનદાસજી સ્વામિ આજે જૂનાગઢ મુકામે શ્રીહરીનું સ્મરણ કરતા કરતા 95 વર્ષની વયે અક્ષરવાસી થયા છે. તેઓ ધર્મજીવનદાસજીનાં શિષ્ય હતાં. નાની ઉંમરે ગૃહત્યાગ કરી સંવત 1991માં ભાદરવા સુદ-12ને મંગળવારે આચાર્ય આનંદપ્રસાદજી મહારાજનાં હસ્તે દિક્ષા પ્રાપ્ત કરી રાજકોટ ગુરૂકુલનાં પાયામાંથી સેવામાં જોડાય અનેક મંદિરોનાં જીર્ણોદ્ધાર અને નવનિર્માણ કરેલ હતાં. તેઓ સારા કથાકાર પણ હતાં. તેઓ અક્ષરવાસી થતા સંપ્રદાયને મોટી ખોટ પડી છે.

તસ્વીર : વિપુલ લાલાણી