• Gujarati News
  • 3500 છાત્રોએ પોકેટમનીમાંથી આપ્યો સ્વચ્છ ભારત માટે ફાળો

3500 છાત્રોએ પોકેટમનીમાંથી આપ્યો સ્વચ્છ ભારત માટે ફાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં જૂનાગઢના પટેલ કેળવણી મંડળ સંચાલીત શાળાનાં 3500 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફાળારૂપી પોતાનો સુર પુરાવ્યો છે. આજે સંસ્થાના વાર્ષિકોત્સવ કલરવમાં ધારાસભ્યને ચેક અર્પણ કરાયો હતો. રીતે વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત માટે પોતાના પોકેટ મનીમાંથી ફાળો આપ્યાની ગુજરાતમાં કદાચ પહેલો કિસ્સો છે.

જૂનાગઢ પટેલ કેળવણી મંડળ સંચાલીત આર.એસ.કાલરીયા અને એન.પી.ભાલોડીયા સ્કૂલનાં 3500 વિદ્યાર્થીઓ 10-10 રૂપિયા અને પ્રિન્સીપાલ અંજલીબેન સાવલીયા અને આસ્થાબેન નાવાણી સહિતનાં શિક્ષકોએ 16 હજાર મળીને કુલ 51 હજાર રૂપિયા સ્વચ્છ ભારત અભિયાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો. આજે સંસ્થાના વાર્ષિકોત્સવ કલરવમાં નાના ભૂલકાઓ અને હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ 51 હજારનો ચેક સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ અને મનપાનાં સ્ટે.ચેરમેન સંજય કોરડીયાને અર્પણ કર્યો હતો. તેઓએ ચેક કેશોદનાં ધારાસભ્ય અને સરકારના પ્રતિનિધી તરીકે અરવિંદ લાડાણીને આપ્યો હતો. નાના ભૂલકાઓએ 10-10 રૂપિયાનો ફાળો સ્વચ્છ ભારતનાં અભિયાનમાં આપીને પોતે કૃતનિશ્ચય હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. સંસ્થાઓએ જોડાયેલા અને સ્ટેન્ડીંગ ચેરમેન સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનાં વિદ્યાર્થીઓનું સ્વચ્છતા માટેનું ડગલુ શ્રેષ્ઠ ભારત માટેનો તેમનો સ્પષ્ટ સંદેશ છે.

છાત્રોમાં સ્વચ્છતાના સંસ્કાર : મો.લા. પટેલ

સંસ્થાનાપ્રમુખમો.લા. પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમના પોકેટ મનીમાંથી ફાળો આપ્યો તેના કરતા સ્વચ્છતા માટે તેઓ સજાગ છે તે મહત્વનું છે. સ્વચ્છતાના સંસ્કાર છે.