• Gujarati News
  • હાટકેશ ભ્રાતૃ મંડળનો દિપોત્સવી ઉત્સવનો પ્રારંભ

હાટકેશ ભ્રાતૃ મંડળનો દિપોત્સવી ઉત્સવનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ નાગર જ્ઞાતિનાં પરિવારજનો અવસર ચૂકતા નથી

ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢસ્થિત નાગર સમાજની શ્રી હાટકેશ ભ્રાતૃ મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ વર્ષે પણ દિપોત્સવી 2014 નાં અવસરનો રવિવારથી પ્રારંભ થયો છે. ગુજરાતી સમાજ જીવનમાં તહેવારો સાંસ્કૃતિક વિરાસત બની રહ્યા છે ત્યારે પ્રકાશનાં પર્વ દિવાળીનો ઉત્સવ અને ભ્રાતૃ મંડળનો અવસરનો ઉમંગ જ્ઞાતિ માટે પણ પ્રાણવાયુનું કામ કરે છે. હાટકેશ ભ્રાતૃ મંડળ દ્વારા 19 ઓકટો. થી 25 ઓકટો. સુધી દિપોત્સવી 2014 નો આજે દાતાર આરોહત-અવરોહણ સ્પર્ધાથી પ્રારંભ થયો છે. પ્રતિવર્ષની જેમ હાટકેશ ભ્રાતૃ મંડળનાં પ્રમુખ સંજીવ મહેતાનાં નેતૃત્વમાં વ્યવસ્થાપક સમિતીનાં બાબલીભાઇ વસાવડા, મયુર દેસાઇ, સમીર બક્ષી, મેહુલ વૈષ્ણવ, સંદિપ પંડયા સહિતનાં સદસ્યો દ્વારા સ્પર્ધા, સંગીત અને સ્નેહમિલનનાં ત્રિવેણી સંગમસમા દિપોત્સવી મહોત્સવ માટે તમામ આયોજન કર્યા છે. જેમાં 20 મી ઓકટોબરે મહેંદી સ્પર્ધા, સુગમ સંગીત અને રાત્રે સ્વ.અવિનાશ કચ્છી ફિલ્મી ગીત સ્પર્ધા, 21 ઓકટો. રંગોળી, બેઠા ગરબા સ્પર્ધા અને સૂરશ્વરની અનુભૂતિ જેમાં પિયુષ દવે અને સાથીવૃંદ સંગીત રચનાઓ રજૂ કરશે, 22 મી ઓકટો. નિબંધ, ક્રોષવર્ડ સુડુકુ, વાનગી અને રાત્રે જામનગરનાં કલાવૃંદ દ્વારા નાટક અંતિમ અપરાધ જ્યારે 24 મી નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ સમાજનું સ્નેહમિલન અને ગુજરાતનાં લોકાયુકત દિનેશભાઇ બુચનો અભિવાદન સમારોહ, તેજ રાત્રીએ વોલીબોલ સ્પર્ધા અને 25 મી ભાઇબીજ રાસોત્સવ સાથે સમાપન થનાર છે. હાટકેશ્વર શિવાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા સમાજનાં પરિવારજનો ઉત્સુક બન્યા છે.