• Gujarati News
  • કોડીનાર યાર્ડની ચૂંટણીમાં ૨૫ ઉમેદવારી ફોર્મ ભરાયા

કોડીનાર યાર્ડની ચૂંટણીમાં ૨૫ ઉમેદવારી ફોર્મ ભરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર યાર્ડની ચૂંટણીમાં ૨૫ ઉમેદવારી ફોર્મ ભરાયા
કોડીનાર : કોડીનાર યાર્ડની ૧૪ બેઠક માટેની ચૂંટણી જાહેર થતાં આજે ફોર્મ ભરવાના દિવસે ૨૫ ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મ ચકાસણી થશે પાછા ખેંચવાની ૨૬ ઓગષ્ટ પછી ચિત્ર સ્પષ્ટ થશે. મતદાનની તા.૩ સપ્ટે. તેમજ પરિણામ ૪ તારીખે જાહેર થનાર છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીનાં ખેડૂત વિભાગની ૮ બેઠક માટે ૧૭ ફોર્મ, વેપારી વિભાગની ૪ બેઠક માટે ૬ ફોર્મ તથા ખરીદ-વેચાણની ૨ બેઠક માટે ૨ ફોર્મ આજે ભરાયાનું ચૂંટણી અધિકારી એચ.કે.ભટ્ટ અને એસ.એ.મારૂએ જણાવ્યું છે.
મેસવાણમાં મહિલા - પુરૂષો જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ : કેશોદનાં મેસવાણ ગામે એએસઆઇ મિયાત્રા અને સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કનુ ભાણા બાબરીયા, પ્રફુલ પોપટ જોષી, શોભનાબેન ભુપત બાબરીયા, પુષ્પાબેન દિલીપ બાબરીયા, કમુબેન હરદાસ બાબરીયા અને હંસાબેન ભીખુ મક્કાને ઝડપી લઇ સ્થળ પરથી ૨૩૪૦નો મુદામાલ કબજે કરી તમામ સામે કાર્યવાહી કરી હતી.
માળિયાનાં વડીયામાં ચરીયાણ મુદ્દે આધેડ પર હૂમલો
જૂનાગઢ : વડીયાનાં ભીખાભાઇ રાજાભાઇ જાદવનાં ભાઇ જીવરાજભાઇને ઢોર ચરાવવા માટે ચરીયાણ હોય જે પ્રવિણ મુંજા દલિતને જોઇતું હોય જેનુ મનદુ:ખ રાખી પુત્ર કિશન સાથે બોલાચાલી કરતા ભીખાભાઇ વરચે પડતાં પ્રવિણ અને કારાએ પાઇપથી હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. એએસઆઇ જેઠવાએ તપાસ હાથ ધરી છે.
માળિયાહાટીના પાસે ટ્રેકટરે બાઇકને ઉડાવ્યું : બેને ઈજા
જૂનાગઢ : માળિયાહાટીનામાં નદીનાં રોડ પર પુલ પાસે અજાણ્યો ટ્રેકટર ચાલક બાઇકને હડફેટે લઇ ગુંદાળાનાં નાજાભાઇ રાણીંગભાઇ હાટી દરબાર સહિત બેને ઇજા પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવમાં હે.કો. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ ઇનબોકસ