• Gujarati News
  • રેલકમીર્ઓને મોંઘવારી ભથ્થા સાથે ૭મું પગાર પંચ આપો

રેલકમીર્ઓને મોંઘવારી ભથ્થા સાથે ૭મું પગાર પંચ આપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે કર્મચારીઓને છઠ્ઠું પગાર પંચ લાગુ પાડવામાં આવ્યું છે. અનેક આંદોલનો અને રજૂઆતનાં અંતે કર્મચારીઓને છઠ્ઠું પગાર પંચ મળી રાું છે. ત્યારે ફરી એનએફઆઇઆર દ્વારા સાતમા પગાર પંચ માટે લડત શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં એનએફઆઇઆર દ્વારા પે કમિશનનાં મેમ્બર સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે વેસ્ટર્ન રેલવે મઝદુર સંઘનાં ડી. સી. પેરાણીએ જણાવ્યું હતું કે, માંગણી કરવામાં આવી છે કે, ઓછામાં ઓછો પગાર ૨૬ હજાર (ઓપન એન્ડેડ પે સ્કેલ), હાલનાં પગારમાં ૩.૭ ગણો વધારો કરી નવો પગાર ફિકસ કરવો, ઇન્ક્રીમેન્ટનો દર ૫ ટકા કરવો, પ્રમોશન પર ઓછામાં ઓછા બે ઇન્ક્રીમેન્ટનો વધારો કરવો, સીસીએ જે બંધ કરી દેવામાં આવ્યુ છે તે પુન: શરૂ કરવા, નેશનલ હોલીડે એલાઉન્સ ના હાલનાં દર મશ્કરી સમાન છે. જે કર્મચારીનાં એક દિવસનાં પગારનાં ત્રણ ગણા બરાબર આપવુ, ટ્રાવેલીંગ એલાઉન્સનાં દર હાલમાં છે તેના ત્રણ ગણા કરવા તેમજ જયારે ડીએમાં ૫૦ ટકા વધારો કરવો, ઓવરટાઇમની હાલની ફોમ્ર્યુલા યથાવત રાખી તેના ઉપર લાદેલા અવ્યવહારીક નિયંત્રણ તેમજ ટોચ મર્યાદા દુર કરવી, નાઇટ ડયુટી એલાઉન્સમાં પગારમાં સુધારા પ્રમાણે વધારો કરીને નાઇટ ડયુટીનાં કલાકો સાંજે ૬ થી સવારે ૬ વાગ્યા સુધી ગણવા, મહિલા કર્મચારીઓ માટે ચાઇલ્ડકેર સેન્ટર, રેસ્ટરૂમ તેમજ મહિલા રનીગ સ્ટાફ માટે અલગ રનીંગ રૂમની વ્યવાસ્થા કરવી, સ્વૈરિછક નિવૃતિ માટે કવોલિફાઇડ સર્વિસ ૧૫ વર્ષ થયા એટલે ૨૦ વર્ષ ગણીને સેવા નિવૃતીનો લાભ આપવો સહિતની માંગણીઓ પે કમિશનનાં મેમ્બર સેક્રેટરી સમ ા કરવામાં આવી છે.