• Gujarati News
  • માળિયાહાટીનામાં મુખ્યમંત્રી આનંદીબેનની સભા હવે ૧૧મીએ

માળિયાહાટીનામાં મુખ્યમંત્રી આનંદીબેનની સભા હવે ૧૧મીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ વિધાનસભાની પેટા ચૂંટણીનાં પ્રચાર માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જાહેરસભા માળિયા હાટીના ખાતે તા. ૬ સપ્ટે.નાં રોજ યોજવામાં આવી હતી. જોકે, સોરઠમાં પડેલા વરસાદને કારણે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. અને સભા સ્થળે પાણી પણ ભરાયેલા છે. આથી મુખ્યમંત્રીની તે સભા રદ કરાઇ છે. તે પછી તા. ૯ સપ્ટે આનંદીબેનનું આગમન હતું પણ ફરી વિધ્ન આવતા હવે ૧૧મીએ મુખ્યમંત્રી માળિયા પ્રચાર સભા સંબોધવા આવશે તેવું જાણવા મળે છે.
સાંસદની ચૂંટણીમાં માંગરોળનાં ધારાસભ્ય વિજેતા થતાં તેમની બેઠક ખાલી પડી હતી. આથી તેની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારકાર્યને વેગવાન બનાવાયું છે. અને જાહેરસભાઓ પણ યોજાઇ રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન પટેલ પોતે જાહેરસભાને સંબોધવા આવતીકાલ તા. ૬ સપ્ટે. એ માળિયા હાટીના આવવાનાં હતા. પરંતુ સોરઠમાં સતત વરસાદને કારણે જાહેર સભાનાં સ્થળે પાણી ભરાયેલા હોવા સાથે આકાશમાં વાદળો પણ છવાયેલા છે. પરિણામે તેમનું હેલિકોપ્ટર પણ ઉતરાણ કરી શકે એવી સ્થિતીમાં ન હતી. આથી ૯મી સપ્ટેમ્બરે આનંદીબેન પ્રચાર સભા સંબોધવા આવવાનું નક્કી થયું હતું. જોકે વળી બીજી વખત પણ સીએમની મુલાકાતમાં ફેરફાર જણાતા હવે ૧૧મીએ પ્રચાર પડઘમ શાંત થતાં પહેલા તેઓ માંગરોળ વિસ્તારનાં માળિયાહાટીનામાં સભા સંબોધશે તેવો કાર્યક્રમ જાહેર થયો છે.
ઉલ્લેખનિય એ છે કે, અગાઉ ૬ સપ્ટેમ્બર ત્યાર પછી ૯ સપ્ટેમ્બર અને હવે ૧૧મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીનાં આગમનનું નિધારીત થયું છે. ગમે તે હોય પણ માંગરોળ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં સ્થાનિક અગ્રણીઓથી જ ભાજપ પણ ગાડુ ગબડાવી જાય છે કેમકે જીત નિશ્ચિત હોવાનું માની રહયાં છે. બીજ બાજુ કોંગ્રેસ પણ ટક્કર લઇ રહી છે.