• Gujarati News
  • શાપુરનાં હિયરીંગમાં તલાટી મંત્રી ગેરહાજર છતા સહી

શાપુરનાં હિયરીંગમાં તલાટી મંત્રી ગેરહાજર છતા સહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ બાયપાસનુ આંદોલન અને વિરોધ છેલ્લા ૫૦ મહિનાથી ચાલી રાો છે. એક તરફ તંત્ર અને બીજી તરફ ખેડૂતો જંગ જમીન માટે જામ્યો છે. તેમાં આરટીઆઇ હેઠળ માહિતી માંગી અનેક સવાલો ઉભા કર્યા છે. સમિતિએ આ ોપ કર્યોછે કે શાપુરનાં ખાતેદારને સુનાવણી માટે હીયરીંગ માટે બલાગ્યા હતા ત્યારે શાપુરનાં તલાટી મંત્રી ગેહહાજર હોવા છતા રૂબરૂ સુનાવણી કરી છે તે બાબતે સહી કરવામાં આવી છે. વહીવટી તંત્રની આ નિતી સામે અનેક સવાલો ઉભા થયા છે.
ખેડૂત હિત ર ાક સમિતિનાં પ્રમુખ કારાભાઇ ઝાલાએ જણાવ્યુ હતુકે,જૂનાગઢ બાયપાસ મુદે ખેડૂતો ૫૦ મહિનાથી લડી રાા છે.ખેડૂતોએ પોતાનાં હકક માટે અનેક પુરવા આપવા છતા કોઇ કારણોસર જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા તા. ૧૧ જૂનનાં રોજ એવોર્ડમાં શાપુરનાં ખાતેદારને સુનાવણી માટે હીયરીંગ વખતે શાપુર તલાટી મંત્ર, જમીન સંપાદન અધિકારી અને એનએચએઆઇનાં અધિકારીઓની રૂબરૂમાં થઇ છે. અને ત્રણેય અધિકારીઓએ સહિ કરી છે. પરંતુ સમિતિએ આરટીઆઇ હેઠળ સુનાવણીની વિડીયો સીડી માંગી જોતા આ સુનાવણી વખતે તલાટી મંત્રી ગેરહાજર રાા હતા. તેમ છતાં તેની રૂબરૂમાં સુનાવણી કરવામાં આવી હોવાની સહી છે.